• IPL 2024ની 59મી મેચમાં CSKનો સામનો GT સામે થયો
  • એમએસ ધોનીએ શાનદાર 26 રનની ઇનિંગ રમી હતી
  • મેચ પૂરી થયા બાદ સુરક્ષા તોડી ધોનીના પગે લાગ્યો ફેન

IPL 2024ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. આ મેચમાં એમએસ ધોનીએ શાનદાર 26 રનની ઇનિંગ રમી હતી. જેમાં માહીએ 3 શાનદાર સિક્સર અને 1 ફોર ફટકારી હતી. ધોનીના આ સિક્સરોએ 92 હજારથી વધારે ફેન્સના પૈસા વસૂલ કરાવી દીધા હતા.

ફરી એક વાર અમદાવાદ પોલીસ નબળી સાબિત થઈ

ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષામા ચૂકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ધોનીનો ફેન જાળી કૂદીને મેદાનમાં પહોંચ્યો. અમદાવાદમાં ફરીથી પોલીસની બેદરકારી સામે આવી, મેદાનમાં ધોનીનો ફેન પહોંચી ગયો અને ધોનીને પગે લાગવા લાગ્યો હતો. ભાવનગરના જય જાનીને પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ પણ એક પેલેસ્ટીયન યુવક આ રીતે મેદાનમાં ઘૂસી ગયો હતો. વારંવારની આવી ઘટનાઓને લઈને પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો થઈ રહ્યા છે. હવે આ ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે તેવી માહિતિ સામે આવી રહી છે. 


આજે ચેન્નાઇની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બોલરો બાદ CSKના બેટ્સમેનોએ ગુજરાતને સરેન્ડર કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શુભમન ગીલની આગેવાની હેઠળની ટીમે 233 રનનો ઉંચો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નાઈ 196 રન જ બનાવી શકી, જેના કારણે તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો.

ધોનીને પગે લાગ્યો ફેન

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે આજની મેચનો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. મેચ પૂરી થયા બાદ જ્યારે એમએસ ધોની ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે એક ફેન મેદાનમાં આવ્યો અને તેના પગને સ્પર્શ કર્યો. ચાહકે સ્ટેડિયમમાં સુરક્ષાનો ભંગ કર્યો અને સીધો એમએસ ધોની તરફ દોડ્યો હતો. ધોની ડ્રેસિંગ રૂમ તરફ ચાલી રહ્યો હતો.


  • Follow us on: