• નામીબિયાએ T20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી
  • ટીમની કપ્તાની ગેરહાર્ડ ઈરાસ્મસ કરશે
  • નિકોલ લોફ્ટી-ઈટનને ટીમમાં સ્થાન ન મળ્યું

નામીબિયાએ T20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની કપ્તાની ગેરહાર્ડ ઈરાસ્મસ કરશે. ખાસ વાત એ છે કે જોન નિકોલ લોફ્ટી-ઈટનને 16 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. નિકોલે ફેબ્રુઆરીમાં નેપાળ સામે સૌથી ઝડપી ટી20 સદીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. અહેવાલો અનુસાર, નિકાલ સામે શિસ્તભંગની કાર્યવાહી ચાલી રહી છે. જેના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

બોર્ડે ચુપ્પી સાધી

માર્ચમાં ઘાનાનો સામનો કરવા માટે નામીબિયાની ટીમમાં નિકોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને શિસ્તભંગની કાર્યવાહી કરીને પરત મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, નામીબિયા ક્રિકેટે તેના મામલામાં મૌન જાળવી રાખ્યું છે.

તમને જણાવી દઈએ કે ગત વખતે નામીબિયાએ વર્લ્ડકપમાં ઘણા અપસેટ સર્જ્યા હતા. નામીબિયાની મજબૂત ટીમે તેની પહેલી જ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. તેઓ T20 વર્લ્ડકપ આફ્રિકા ક્વોલિફાયરમાં અપરાજિત રહીને આ એડિશન માટે ક્વોલિફાય થયા હતા. ક્વોલિફાઈંગ સ્પર્ધા દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર 15 ખેલાડીઓમાંથી 12 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.

અંડર-19માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને સ્થાન

ફાસ્ટ બોલર ડાયલન લીચર, રુબેન ટ્રમ્પેલમેન અને યુવા ફાસ્ટ બોલર જેક બ્રાસેલને ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે U19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. તેને સિનિયર ટીમમાં બઢતી આપવામાં આવી છે. નામીબિયા T-20 વર્લ્ડકપના ગ્રુપ Bમાં છે. 2 જૂને બાર્બાડોસમાં રમાનારી પ્રથમ મેચમાં નામીબિયા ઓમાન સામે રમશે. ત્યાર બાદ ટીમની મેચ સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે થશે.


નામીબિયાએ 16 ખેલાડીઓની ટીમની કરી જાહેરાત

ખાસ વાત એ છે કે ICCએ 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવાનું કહ્યું છે, પરંતુ નામીબિયાએ 16 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. નામીબિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી ચાર પ્રેક્ટિસ મેચ માટે ખેલાડીઓની સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

2024 T20 વર્લ્ડકપ માટે નામીબિયાની ટીમ:

ગેરહાર્ડ ઈરાસ્મસ (કેપ્ટન), જાન ગ્રીન, માઈકલ વાન લિન્ગેન, ડાયલન લીચ્ટર, રુબેન ટ્રમ્પેલમેન, જેક બ્રાસેલ, બેન શિકોન્ગો, ટેંગેની લુંગામેની, નિકો ડેવલિન, જેજે સ્મિત, જાન ફ્રાયલિંક, જેપી કોટ્ઝ, ડેવિડ વિઝ, બર્નાર્ડ શોલ્ટ્ઝ, મલાન ક્રુગર, પીડી બ્લિગનોટ

  • Follow us on: