• હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર જોરશોરમાં ચાલી રહ્યાં છે
  • હાર્દિક અને નતાશાએ એક સાથે તસવીર પણ શેર કરી નથી
  • આ બધા સમાચારો વચ્ચે નતાશાનો એક વીડિયો સામે આવ્યો

હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર જોરમાં છે. સોશિયલ મીડિયા પર સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ઓલરાઉન્ડર અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. હાર્દિક અને નતાશાએ લાંબા સમયથી એક સાથે તસવીર પણ શેર કરી નથી. આ બધા સમાચારો વચ્ચે નતાશાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બીજા વ્યક્તિને કિસ કરતી જોવા મળી રહી છે.

સત્તાવાર નિવેદનની રાહ

તમને જણાવી દઈએ કે છૂટાછેડાના સમાચાર પર નતાશા અને હાર્દિક તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં કંઈપણ કહેવું વહેલું ગણાશે.

નતાશાનો વીડિયો થયો વાયરલ

નતાશાનો કિસિંગ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. વીડિયોમાં નતાશા કોઈને કિસ કરી રહી છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નતાશા કોઈ બહારના લોકેશન પર જોવા મળી રહી છે અને પોતાની સાથે હાજર વ્યક્તિને કિસ કરી રહી છે. જો કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.


શું હાર્દિક 70 ટકા સંપત્તિ ગુમાવશે?

હાર્દિક-નતાશાના છૂટાછેડાના સમાચારની સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે છૂટાછેડા પછી હાર્દિકે તેની મિલકતનો 70 ટકા ભાગ તેની પત્ની નતાશાને આપવો પડશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવાયો

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્માને ફરી એકવાર કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, તાજેતરમાં પસાર થયેલી IPL 2024માં હાર્દિક પંડ્યા ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થયો હતો.

  • Follow us on: