• રેસલર વિનેશ ફોગાટ કેસ અંગે નીરજ ચોપરાનું મોટું નિવેદન
  • પેરીસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ સિલ્વર જીત્યો હતો
  • CAS ઓલિમ્પિક રમતના અંત પહેલા પોતાનો નિર્ણય આપી શકે છે

પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટનું વજન માત્ર 100 ગ્રામ હોવાને કારણે રેસલિંગની ફ્રિ સ્ટાઈલ 50 કિગ્રા કેટેગરીમાં અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. જે બાદ વિનેશે તેને સિલ્વર મેડલ અપાવવા માટે CASને અપીલ કરી હતી. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે CAS ઓલિમ્પિક રમતના અંત પહેલા પોતાનો નિર્ણય આપી શકે છે.

સ્પોર્ટ્સ કોર્ટ CASમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટની સુનાવણી પહેલા એથ્લેટ નીરજ ચોપરાનું નિવેદન સામે આવ્યું છે. નીરજ ચોપરાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે જો તે મેડલ મેળવે તો તે ખરેખર સારું રહેશે. જો આવા સંજોગો ઉભા ન થયા હોત તો તેને મેડલ મળ્યો હોત.

લોકો ઝડપથી ભૂલી જાય છે

આ દરમિયાન નીરજે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવા અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. વિનેશ ફોગટ વિશે નીરજ ચોપરાએ કહ્યું કે મેડલ મળે તો સારું, જો નહીં મળે તો લોકો તમને થોડા દિવસો માટે જ યાદ કરશે. જો તમે પોડિયમ પર સમાપ્ત ન કરો, તો લોકો ખૂબ જ ઝડપથી ભૂલી જાય છે. નીરજે કહ્યું કે તે આ વાતથી જ ડરે છે.

વિનેશ ફોગાટનો મામલો સ્પોર્ટ્સ કોર્ટમાં છે

ભારતીય રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક ફાઈનલમાં અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વાસ્તવમાં, વિનેશ ફોગટનું વજન 50 કિલો હતું, પરંતુ ફાઈનલના દિવસે તેને માત્ર 100 ગ્રામ વધું વજનનું પરિણામ ભોગવવું પડ્યું હતું. જોકે, આ નિર્ણયને લઈને ઘણો વિવાદ થયો હતો. જો કે હાલ આ મામલો સ્પોર્ટ્સ કોર્ટ CASમાં છે. કેસ પર સ્પોર્ટ્સ કોર્ટ પોતાનો નિર્ણય આપશે. એવું માનવામાં આવે છે કે વિનેશ ફોગાટ કેસનો નિર્ણય પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થાય તે પહેલા આવી શકે છે. જો નિર્ણય વિનેશ ફોગાટની તરફેણમાં આવે છે તો તે સિલ્વર મેડલ મેળવી શકે છે.


  • Follow us on: