જેવલિન થ્રોમાં ભારતની નામના વધારનાર ખેલાડી નીરજ ચોપડાના ફેન્સ ન માત્ર ભારતમાં જ પરંતુ વિદેશમાં પણ એટલા જ છે. તેની સ્પષ્ટતા એક વાયરલ વીડિયોમાં થઇ હતી. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં વિદેશી ફેન નીરજ ચોપરાને મળી રહ્યા છે. આ ક્યારનો અને કઇ તારીખનો વીડિયો છે તે જાણી શકાયુ નથી પરંતુ વીડિયોમાં એક યુવતી નીરજ ચોપરા સાથે ફોટો પડાવી રહી છે.
વિદેશી ફેન ફોલોઇંગ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે નીરજ ચોપડા ઑટોગ્રાફ સાઇન કરી રહ્યા હતા ત્યારે બે વિદેશી યુવતીઓ તેમની પાસે આવી અને ફોટો લીધો. નીરજે પણ ખુશીથી તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો. તે પછી નીરજ ત્યાંથી જવા લાગ્યા ત્યારે જ એક યુવતીએ તેમનો મોબાઇલ નંબર માગી લીધો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં નીરજ ચોપડાની વિનમ્રતા અને શાલિનતાની લોકો વાહવાહી કરી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકોએ વીડિયો જોયો છે. અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. પછી સોશિયલ મીડિયામાં યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે બેલ્જિયમમાં ડાયમંડ લીગની ફાઈનલ પછીનો આ વીડિયો છે. જેમાં નીરજ ચોપરા માત્ર એક સેમી માટે ચૂકી જતા બીજા સ્થાને રહ્યો હતો.
નીરજ ચોપરાને હાથે થઇ છે ઇજા
નીરજ ચોપરા ભારત જ નહી વિદેશમાં પણ એટલા જ લોકપ્રિય છે. નીરજના હાથે ઇજા થઇ છે. તેણે 14 સપ્ટેમ્બર શનિવારની મોડી રાત્રે નીરજે તૂટેલા હાથ સાથે ડાયમંડ લીગની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેના જુસ્સાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. નીરજે પોતે સોશિયલ મીડિયા પર પોતાના તૂટેલા હાથ વિશે જણાવ્યું હતું તે પછી તેના માટે પ્રશંસાનો પ્રવાહ વહી રહ્યો હતો. લોકો નીરજ ચોપરાના જુસ્સાને સલામ કરી રહ્યા છે.