• નેપાળ તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે 6 વિકેટે હારી ગઈ છે
  • નેપાળની આગામી મેચ 12 જૂને શ્રીલંકા સામે થશે
  • નેપાળી ખેલાડીને દરેક T20 મેચ માટે 3000 રૂપિયા પગાર મળે છે

ભારતનો પાડોશી દેશ નેપાળ પણ T20 વર્લ્ડકપ 2024માં પોતાનો પડકાર રજૂ કરી રહ્યું છે. ટીમ તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે 6 વિકેટે હારી ગઈ છે. હવે નેપાળની આગામી મેચ 12 જૂને શ્રીલંકા સામે થશે. નેપાળની ક્રિકેટ ટીમ આ પહેલા એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કરી ચુકી છે. નેપાળની ટીમ ધીમે ધીમે ક્રિકેટ જગતમાં પોતાના પગ ફેલાવી રહી છે. ટીમે T20 વર્લ્ડકપ 2024ની ક્વોલિફાયર મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને રનર અપ બની હતી. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું નેપાળી ક્રિકેટરોને કેટલો પગાર મળે છે. આ ખેલાડીઓની સેલેરી જાણીને તમને આશ્ચર્ય થશે.

દરેક મેચમાં કેટલું ચૂકવવામાં આવે છે

નેપાળ ક્રિકેટ બોર્ડ તેના ખેલાડીઓને દરેક ODI મેચ માટે 10,000 નેપાળી રૂપિયા અને દરેક T20 મેચ માટે 5,000 નેપાળી રૂપિયા ચૂકવે છે. જો આ રકમને ભારતીય રૂપિયામાં જોઈએ તો ખેલાડીઓને દરેક ODI મેચ માટે 6000 રૂપિયા અને દરેક T20 મેચ માટે 3000 રૂપિયા પગાર મળે છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓને દરેક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI મેચ માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા BCCI તરફથી મળે છે.

ઘણો ઓછો છે નેપાળી ક્રિકેટર્સનો પગાર

ભારતની જેમ નેપાળમાં પણ ક્રિકેટર્સને વાર્ષિક કરારામાં ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે. ગ્રેડ -એ ના ખેલાડીઓને નેપાળી કરન્સી પ્રમાણે દર મહિને 60,000 રૂપિયા મળે છે. ભારતીય મુદ્રામાં આ રકમ ફક્ત 37729 રૂપિયા છે. જ્યારે બી ગ્રેડ ના ખેલાડીઓને નેપાળી કરન્સીમાં 50 હજાર રૂપિયા (34412 ભારતીય રૂપિયા) અને સી ગ્રેડ ખેલાડીઓને 40000 રૂપિયા (25 હજાર રૂપિયા) મળે છે. ભારતમાં એક સરકારી સંસ્થામાં કામ કરતા પટાવાળાનો પગાર આનાથી વધારે હોય છે.


  • Follow us on: