• ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરે નિવૃત્તિ લીધી છે
  • વેલિંગ્ટન ટેસ્ટમાં તેઓ ન્યૂઝીલેન્ડ ટીમ માટે ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા
  • નીલ વેગનર અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા હતા

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરે નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થવાના બે દિવસ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિના 48 કલાક પછી, જ્યારે વેલિંગ્ટન ટેસ્ટ શરૂ થઇ, ત્યારે તેઓ ન્યૂઝીલેન્ડ ટીમ માટે ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા. ક્રિકેટ, ફિલ્ડિંગમાંથી સંન્યાસ લઈ ચૂકેલા વેગનરની તસવીરો હવે વાયરલ થઈ છે.

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ફેબ્રુઆરીથી વેલિંગ્ટન ટેસ્ટ શરૂ થઈ રહી છે. 2-ટેસ્ટ સીરીઝની આ પ્રથમ મેચ છે, જેમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 279 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની આ ઇનિંગ દરમિયાન નીલ વેગનર મેદાન પર ફિલ્ડિંગ કરતો જોવા મળ્યા હતા.

નીલ વેગનરે નિવૃત્તિ પછી પણ કરી ફિલ્ડિંગ

વેલિંગ્ટન ટેસ્ટના પ્રથમ દિવસે નીલ વેગનર અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા હતા. તેણે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી, ત્યાં હાજર દર્શકોએ પણ તેને સ્પેશિયલ અહેસાસ કરાવ્યો, આ ક્ષણ તેમના માટે ખાસ બની ગઈ. નીલ વેગનરે માત્ર ફિલ્ડિંગ જ નથી કરી, આ પહેલા તેમણે આખી ટીમ સાથે રાષ્ટ્રગીતમાં પણ ભાગ લીધો હતો.


નિવૃત્તિ પછી પણ વેગનરે ફિલ્ડિંગ કરી?

હવે પ્રશ્ન એ થાય છે કે નિવૃત્ત ખેલાડી મેદાનમાં કેવી રીતે મેદાનમાં આવ્યો? તો અમે તમને જણાવી દઈએ કે ભલે વેગનેરે તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ, ટીમ મેનેજમેન્ટે તેમને વેલિંગ્ટન ટેસ્ટ માટે ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. મતલબ કે તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતા પરંતુ ટીમમાં છે. આ જ કારણ હોઈ શકે છે કે તેમણે નિવૃત્તિ લીધા પછી પણ ફિલ્ડિંગ કરી હતી.

37 વર્ષીય નીલ વેગનરે ન્યૂઝીલેન્ડ તરફથી રમાયેલી 64 ટેસ્ટમાં 27.57ની એવરેજથી 260 વિકેટ લીધી છે. તેઓ ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 5માં નંબરે છે.

  • Follow us on: