ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પ્રથમ મેચ 28 નવેમ્બરથી રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઘણા ખેલાડીઓને ટીમમાં તક મળી છે, જ્યારે ઘણા ખેલાડીઓ બહાર થઈ ગયા છે. જેમી સ્મિથને તક મળી નથી.


ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે વ્હાઈટ બોલની સિરીઝ રમવાની છે. આ પછી, 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. ઈંગ્લેન્ડને તાજેતરમાં પાકિસ્તાન સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે ટીમ આગામી ટેસ્ટ મેચ માટે તૈયાર છે.

બેન સ્ટોક્સ સંભાળશે કેપ્ટનશીપ

બોર્ડે ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં બેન સ્ટોક્સને કેપ્ટન બનાવ્યો છે. સ્ટોક્સે તાજેતરમાં પાકિસ્તાન સામે કેપ્ટનશીપ કરી હતી. પરંતુ તેમને સિરીઝ ગુમાવવી પડી હતી. જેમી સ્મિથની ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી નથી. તે તાજેતરમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતો.

 

જેકબ બેથેલને મળી પ્રથમ તક

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર જેકબ બેથેલને પહેલી વખત ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સ્થાનિક ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. જેકબ બેથેલે ઈંગ્લેન્ડ માટે 5 ODI મેચમાં 85 રન અને 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય તેને 2 T20 મેચમાં 46 રન બનાવ્યા છે.

તેને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 738 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. 424 રન બનાવવા સિવાય તેણે 21 લિસ્ટ A મેચમાં 19 વિકેટ લીધી છે. 20 T20 મેચોમાં આ ખેલાડીએ 782 રન બનાવ્યા છે અને 7 વિકેટ લીધી છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની ટીમ

બેન સ્ટોક્સ, રેહાન અહેમદ, ગસ એટકિન્સન, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે-જોર્ડન, કોક્સજેક ક્રોલી, બેન ડકેટ, જેક લીચ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ.

  • Follow us on: