- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- વિરાટ કોહલીએ ODIમાં 49મી સદી ફટકારી
- સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડકપ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 326 રન બનાવ્યા અને વિપક્ષી ટીમ માટે પડકારજનક લક્ષ્યાંક મૂક્યો છે. ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ યાદગાર રહી હતી. તેણે તેની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. આ સિવાય વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર પણ સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
વિરાટ કોહલીએ સદી ફટકારી
આ શાનદાર ઇનિંગમાં વિરાટ કોહલીએ 121 બોલનો સામનો કર્યો હતો અને 101 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ફોર સામેલ હતી. આજે કોલકાતાની પીચ પર બોલરોને ઘણી મદદ મળી અને તેઓએ ધીમી પીચ પર આ રેકોર્ડ સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ પોતાની ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી છે. વિરાટ કોહલીની સદીની ઇનિંગને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
વિરાટ કોહલીને અભિનંદન કારણ કે તેણે સૌથી વધુ ODI સદી ફટકારવાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે
વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર સદી ફટકાર્યા બાદ
ODI ઈતિહાસમાં સૌથી વધુ સદી, કોહલી અને સચિન
નામ – વિરાટ કોહલી, જોબ – વિશ્વ ક્રિકેટ પર કબજો મેળવવો
શિખર પર સાથે બેસીને સારું લાગે છે