ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે રવિવારે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે 462.5 પોઈન્ટ મેળવીને પહેલું સ્થાન મેળવ્યું.
ચીનના વેન્યુ ઝાઓએ 462 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે જાપાનના નાઓયા ઓકાડાએ 445.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે મોટાભાગની સ્પર્ધામાં લીડ જાળવી રાખી અને પોતાની શ્રેષ્ઠતા દર્શાવી. 24 વર્ષના ઓલિમ્પિયને દરેક સ્થિતિમાં શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ તે પ્રોન પોઝિશનમાં તે પ્રદર્શનનું કમબેક કરી શક્યો નહીં, પરંતુ તેને સ્ટેન્ડિંગમાં સારું પ્રદર્શન કર્યું અને વિજયી બન્યો.
ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે સ્પર્ધાના અંતિમ તબક્કામાં 1.5 પોઈન્ટની લીડ સાથે કર્યો પ્રવેશ
ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર સ્પર્ધાના અંતિમ તબક્કામાં 1.5 પોઈન્ટની લીડ સાથે પ્રવેશ કર્યો. અન્ય ભારતીય શૂટર્સમાં ચેન સિંહ ચોથા સ્થાને રહ્યો, જ્યારે અખિલ શિઓરન ફાઈનલમાં પાંચમા સ્થાને રહ્યો. આ પહેલા ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે ચેન સિંહ અને શિઓરનની ભારતીય ત્રિપુટીએ 50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો.
ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર કુલ 584 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહ્યો. આ જ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરનું આ બીજું એશિયન ટાઈટલ હતું, તેને 2023માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ 2024માં જકાર્તામાં યોજાયેલી સીઝનમાં તેને તેના સાથી શેરોન સામે હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.