ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાયેલી નેશનલ ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં લાંબી કૂદની સ્પર્ધામાં કેરળની 25 વર્ષના મહિલા ખેલાડી એન્સી સોજને ઐતિહાસિક પ્રદર્શન કર્યું.


નેશનલ ઈન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદની સ્પર્ધામાં 6.88 મીટર કૂદકો મારીને એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવા માટેટિકિટ મેળવી લીધી હતી. હવે એન્સી સોજને મહાન ભારતીય મહિલા ખેલાડી અંજુ બોબી જ્યોર્જના 6.83 મીટર લાંબી કૂદના 22 વર્ષ જૂના નેશનલ રેકોર્ડને તોડીને લાંબી કૂદમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

એન્સી સોજને તેના પાંચમા પ્રયાસમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો

છેલ્લા કેટલાક વર્ષોથી એન્સી સોજન સતત સારું પ્રદર્શન કરી રહી છે. નેશનલ ઈન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોજને તેના પાંચમા પ્રયાસમાં 6.83 મીટર કૂદકો મારીને એક નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો. અંજુ બોબી જ્યોર્જે 2004 એથેન્સ ઓલિમ્પિકમાં 6.83 મીટર કૂદકો મારીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જે હજુ પણ તેના નામે હતો. 


એન્સી સોજન છેલ્લા 20 વર્ષમાં લાંબી કૂદકામાં 6.85 મીટરથી વધુ કૂદકો મારનાર બીજી એશિયન ખેલાડી છે. આ સિદ્ધિ સાથે એન્સી સોજન એશિયાની 8મી બેસ્ટ મહિલા લાંબી જમ્પર બની ગઈ છે.

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે

કેરળની 25 વર્ષની મહિલા ખેલાડી એન્સી સોજનની વાત કરીએ તો તેણે 2023 એશિયન ગેમ્સમાં 6.63 મીટરના કૂદકા સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે બધાની નજર જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં એન્સી સોજનના પ્રદર્શન પર છે, જ્યાં તે ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા છે. આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેણી પર ઘણી આશાઓ છે, જ્યાં તેણી મેડલની દાવેદાર બની છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા


  • Follow us on: