અરુંધતી ચૌધરીએ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરવામાં સફળતા મેળવી છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 70 કિલોગ્રામ વર્ગમાં ઈંગ્લેન્ડની ચેન્ટેલ રીડને હરાવીને અરુંધતી ચૌધરીએ દેશનું ગૌરવ વધાર્યું હતું.
અરુંધતીએ કોમનવેલ્થ ગેમ્સમાં એકતરફી રીતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરુંધતી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સના ક્વાર્ટર ફાઈનલમાં ન્યુઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને હરાવી હતી. સેમીફાઈનલમાં તેણે અગાઉની કોમનવેલ્થ ચેમ્પિયન વેલ્સની રોઝી એકલ્સને હરાવી હતી. હવે ફાઈનલમાં તેણે ઇંગ્લેન્ડની બોક્સર ચેન્ટેલને હરાવીને ગોલ્ડ જીત્યો.
આ રીતે અરુંધતી ચૌધરી બોક્સર બની
અરુંધતી ચૌધરીનો જન્મ રાજસ્થાનના કોટામાં થયો હતો. આ ખેલાડી ભારતીય સેનામાં હવાલદાર છે. તેના પિતા સુરેશ ચૌધરી પ્રોપર્ટીના વ્યવસાયમાં છે અને ઈચ્છતા હતા કે અરુંધતી IITમાં ભણે. પરંતુ અરુંધતી રમતગમતમાં આગળ વધવા માગતી હતી. શરૂઆતમાં તે બાસ્કેટબોલ રમતી હતી અને તેની ટીમની કેપ્ટન પણ હતી, પરંતુ 15 વર્ષની ઉંમરે તેણે બોક્સિંગ પસંદ કર્યું. કોચ અશોક ગૌતમના માર્ગદર્શન હેઠળ તેણે તેના બોક્સિંગને એક અલગ સ્તરે લઈ ગઈ.
અરુંધતીને કરિયર દરમિયાન ઘણી ગંભીર ઈજાઓ થઈ
અરુંધતી ચૌધરી ક્યારેય હાર માનતી નથી. ઝઘડાળુ અને હઠીલા બાળક હોવાથી તે એક સારી રમતવીર બની. મહત્વની વાત એ છે કે અરુંધતીને તેના કરિયર દરમિયાન ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. તેના કાંડામાં ફ્રેક્ચર થયું હતું અને પ્લેટો દાખલ કરવાની જરૂર પડી હતી. તેને પગની ઘૂંટીમાં પણ ઈજા થઈ હતી અને માથામાં પણ ઈજા થઈ હતી. તે દોઢ વર્ષ સુધી રમતથી દૂર રહી હતી, પરંતુ તેના કમબેક પછી તેણે અનેક ગોલ્ડ મેડલ જીત્યા. અરુંધતીનું સાચું લક્ષ્ય લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને તેણે પોતાની તૈયારી સાબિત કરી છે.
આ પણ વાંચો: Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે