ટુર્નામેન્ટની પહેલી મેચમાજ ટીમના વાઇસ-કેપ્ટને શાનદાર સ્ફોટક બેટિંગના દર્શન કરાવ્યા હતા. સંયુક્ત આરબ અમીરાત સામેની મેચમાં વાઇસ-કેપ્ટન શુભમન ગિલે 9 બોલમાં અણનમ રહીને શાનદાર 20 રન ફટકાર્યા હતા. હાલ તમામ ભારતીય ક્રિકેટ રસિકોને વાઇસ-કેપ્ટન પાસેથી આગામી મેચમાં પણ આવુજ પ્રદર્શન કરવાની અપેક્ષા સેવાઇ રહી છે.
શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન
ભારતની T20 ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે એશિયા કપમાં UAE સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન, તેણે ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વિશે એક મોટી વાત કહી છે. ભારતની T20 ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન કરેલી અમુક વાતો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઇન્ટરવ્યુ દરમિયાન વાઇસ-કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે મને વિરાટ ભાઈને જોવાનું ખૂબ ગમે છે.
વિરાટ ભાઈનો કોઈ જવાબ નથી: ગિલ
એશિયા કપમાં UAE સામે શાનદાર પ્રદર્શન કરનાર ભારતની T20 ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે આ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે "મને વિરાટ ભાઈને જોવાનું ખૂબ ગમે છે, તેઓ રમત પ્રત્યે જે રીતે વલણ ધરાવે છે, તેનો કોઈ જવાબ નથી. તેમનો જુસ્સો અને ક્રિકેટ પ્રત્યેની તેમની વાસ્તવિક ભૂખ વિરાટને બીજા બધાથી અલગ પાડે છે". ત્યારબાદ શુભમન ગિલે વધુમાં કહ્યું કે તમે કૌશલ્ય, તકનીકો શીખી શકો છો, પરંતુ ભૂખ અને જુસ્સો એવી વસ્તુ છે જે તમારી અંદર હોવી જોઈએ. આ એવી વસ્તુ છે જે વિરાટ કોહલીમાં ઘણી છે અને તેનાથી મને ખરેખર પ્રેરણા મળી.
હું મારું કામ પ્રામાણિકપણે કરું છું: ગિલ
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન T20 ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે આગામી પેઢી માટે રોલ મોડેલ બની ગયા છો અને હાલ T20 ટીમના વાઇસ-કેપ્ટન પણ છો તો હાલ તમને ટીમ કેપ્ટન તરીકે જોઈ રહી છે? આ સવાલના જવાબમાં શુભમન ગિલનો જવાબ હતો કે "સાચું કહું તો, મને એવું નથી લાગતું. આપણા બધાની પોતાની ભૂમિકા હોય છે અને હું મારી ભૂમિકા સંપૂર્ણ પ્રામાણિકતા અને પ્રામાણિકતા સાથે ભજવવા માંગુ છું, પ્રશંસા કે અન્ય કંઈપણની ઇચ્છા વિના".