14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનાર મેચ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર કામરાન અકમલે એક મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસા દરમિયાન તેણે 15 વર્ષ પહેલા ગૌતમ ગંભીર સાથે કરેલ વિવાદ પર પોતાની ભૂલ માની છે.


ગૌતમ ગંભીર વિશે મોટો ખુલાસો

ભારત અને પાકિસ્તાન મેદાન પર છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ટકરાયાં હતા, અને ત્યાર બાદ હવે આગામી 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જામવાં જઈ રહી છે. જોકે ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એવા કામરાન અકમલ તરફથી ગૌતમ ગંભીર વિશે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ભૂતપૂર્વ ક્રિકેટરે 15 વર્ષ પહેલા હાલના ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગંભીર સાથે થયેલા વિવાદ અંગે નિવેદન આપ્યું છે.

અકમલે પોતાની ભૂલ સ્વીકારી

વર્ષ 2010માં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર કામરાન અકમલ અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર મામલો ખુબજ ગરમાયો હતો. બંને ખેલડીઓ મોરે મોરો આવી જતાં ટીમના અન્ય ખેલાડીઓ અને એમ્પાયરને પણ વચ્ચે આવવું પડ્યું હતું. ત્યારે હવે 5 વર્ષ પહેલા બનેલી આ ઘટના અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે જણાવ્યું કે 2010 માં યોજાયેલી એશિયા કપ મેચમાં, બેટિંગ કરી રહેલા ગૌતમ ગંભીરનો શોટ ચૂકી ગયો હતો, તેથી મેં અપીલ કરી. તે આ ભૂલ વિશે પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો, પરંતુ મને લાગ્યું કે તેણે મને કંઈક કહ્યું છે. આ રીતે એક ગેરસમજ થઈ, જેના કારણે અમારી વચ્ચે વિવાદ થયો”.

લાગણીઓને કાબૂમાં રાખવી પડશે

એશિયા કપ 2025માં આગામી ભારત-પાકિસ્તાન મેચ બાબતે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે પોતાના વિચારો શેર કર્યા છે. કામરાન અકમલે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સમયને સ્વીકારતા કહ્યું કે ક્રિકેટના માધ્યમથી બંને દેશો પોતાના સંબંધમાં ખટાશ દૂર કરી શકે છે. કામરાન અકમલે બંને ટીમના ખેલાડીઓ અને બને દેશના દર્શકોને જવાબદારીપૂર્વક વર્તવાની પણ અપીલ કરી છે.

  • Follow us on: