કંડલાથી મુંબઇ જઇ રહેલા સ્પાઇસજેટના એક વિમાનનું ટાયર ફાટતા હડકંપ મચ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ દરમિયાન જ એક ટાયર ફાટી ગયુ અને રનવે પર પડી ગયું. ટેક ઓફ થયા બાદ આ ઘટના બની જે બાદ પ્લેન મુંબઇ પહોંચ્યુ અને મુંબઇ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
ટેક ઓફ દરમિયાન વ્હિલ તૂટી ગયું
સ્પાઇસજેટના આ વિમાનમાં 75 મુસાફરો સવાર હતા. કંપની દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 12 સપ્ટેમ્બરના રોજ કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસજેટ Q400 વિમાનનું એક બાહ્ય વ્હીલ ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની સફર ચાલુ રાખી અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. સરળ ઉતરાણ પછી વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સામાન્ય રીતે નીચે ઉતરી ગયા.













