• દિલ્હીથી લેહ જઇ રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
  • બી737 વિમાને દિલ્હીથી લેહ જવા ઉડાન ભરી હતી
  • સુરક્ષિત રીતે દિલ્હી પરત ફરી ફ્લાઇટ

દિલ્હીથી લેહ જઇ રહેલા સ્પાઇસ જેટની એક ફ્લાઇટે પરત દિલ્હી આવવુ પડ્યું. ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ટેકઓફ થઇ હતી પરંતુ લેહ જવા ઉપડેલી ફ્લાઇટ બી 737 વિમાન પરત દિલ્હી જ આવી પહોંચી હતી.

ફ્લાઇટ દિલ્હી પરત ફરી

દિલ્હીથી લેહ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટના એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. જેના કારણે બોઇંગ 737-7 અડધા કલાક બાદ એરપોર્ટ પર પરત ફર્યું હતું. ફ્લાઈટમાં 135 લોકો સવાર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેનના એન્જિનમાં વાઇબ્રેશન થયું હતું, ત્યારબાદ પ્લેનને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

લેહ જતા કેમ પરત ફરી ફ્લાઇટ

લેહ જતી સ્પાઈસ જેટના વિમાનમાં રવિવારે સવારે ખામી સર્જાઈ હતી, ત્યારબાદ વિમાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત ફર્યું હતું. સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે ફ્લાઈટ SG123 એ સવારે 10.30 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 11 વાગ્યે પરત ફર્યું હતું અને સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. લગભગ 135 લોકો સાથે વિમાને ઉડાન ભરી હતી .સૂત્રએ જણાવ્યું હતું કે એન્જિનના કંપનને કારણે વિમાન પાછું ફર્યું હતું. આ મામલે સ્પાઈસ જેટ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. Flightradar24 પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બોઇંગ 737-7 એરક્રાફ્ટ ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત ફર્યું.


  • Follow us on: