• એર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ 74 ફ્લાઇટ રદ
  • સરકારે માગ્યો એર ઇન્ડિયા પાસે જવાબ
  • બુધવારે 78 જેટલી ફ્લાઇટ કરી હતી રદ

એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ સિક લિવ પર જવાને કારણે તંત્ર મુશ્કેલીમાં મુકાયુ છે. આજે વધુ 74 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. કુલ 74 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. જો કે આ અંગે મુસાફરોને પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે બુધવારે 78 ફ્લાઇટ રદ કરાઇ હતી.

કંપનીએ કરી આ અપીલ

કંપની મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા વૈકલ્પિક હવાઈ સેવાનો વિકલ્પ આપી રહી છે. આ સિવાય એરલાઈન્સ દ્વારા ફ્લાઇટનું સુધારેલું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. કંપની સતત લોકોને અપીલ કરી રહી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટને અસર થઈ છે કે કેમ તે તપાસી લે.

સરકારે માંગ્યો જવાબ

મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. જેને ધ્યાને રાખીને રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસેથી સમગ્ર મામલાની રિપોર્ટ માંગ્યો હતો અને એરલાઈનને કર્મચારીઓ સાથેની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું છે.

કંપની વૈકલ્પિક ફ્લાઇટનો વિકલ્પ પણ આપી રહી છે

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે અસરગ્રસ્ત મુસાફરોને ગ્રૂપ એરલાઈન્સ સહિત વૈકલ્પિક ફ્લાઈટ્સ પર મુસાફરી કરવાનો વિકલ્પ આપી રહ્યા છીએ, જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય પર પહોંચી શકે. આ સાથે જ મુસાફરોને કહેવામાં આવ્યું છે કે તેઓ એરલાઇનની વેબસાઇટ પર 'ફ્લાઇટ સ્ટેટસ' ચેક કરી શકે છે. એરલાઈન્સની ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ એરપોર્ટ પર આવતા મુસાફરોની ભીડ ઘણી વધી ગઈ હતી.


  • Follow us on: