- સ્પાઇસ જેટમાં મુસાફરોને ભારે હાલાકી
- 12 કલાક ફ્લાઇટની અંદર ભૂખ્યા બેસાડી રાખ્યા મુસાફરોને
- દિલ્હીથી બેંગ્લોર જઇ રહી હતી ફ્લાઇટ
પ્લેનમાં ક્યારેક બોમ્બની અફવા તો ક્યારેક એર ટર્બુલન્સને કારણે યાત્રીઓએ અસુવિધાનો સામનો કરવો પડે છે. ત્યારે દિલ્હીમાં મુસાફરોએ 12 કલાક સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.
ટેક ઓફ થવાને બદલે એરપોર્ટ પર જ રહી
સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટમાં શુક્રવારે 5 જુલાઇએ સાંજે કર્મચારીઓની લાપરવહીને કારણે તમામ યાત્રીઓ પરેશાન થયા છે. દિલ્હીથી બેંગ્લોર માટે રવાના થયેલી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ એસજી 8151 ટેક ઓફ કરવાને બદલ એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવી.
12 કલાક સુધી ફ્લાઈટની અંદર બંધ રહ્યો
આ ફ્લાઇટમાં 60 મુસાફરો હાજર હતા અને દરેકને 12 કલાક સુધી ખાધા વગર રહેવું પડ્યું હતું. ફ્લાઈટ રોકવાનું કારણ કોઈ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જો કે મુસાફરોને બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ફ્લાઈટમાં ફસાયેલા તમામ મુસાફરોએ એરલાઈન્સ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી 8151 દિલ્હીના ટર્મિનલ 3 પરથી 5 જુલાઈએ સાંજે 7.40 કલાકે ઉપડવાનું હતું.
ફ્લાઈટમાં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહોતી
ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીનો 6 જુલાઈ સવારે 7 વાગે પણ ઉકેલ આવ્યો નહી. તમામ મુસાફરોએ ફ્લાઈટમાં વિલંબ અને ફ્લાઈટમાં બંધ રહેવાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના પર સ્ટાફે તેમને વહેલી તકે ટેક ઓફ કરવાનું કહ્યું હતું. સમગ્ર સમય દરમિયાન યાત્રીઓ બોર્ડમાં હતા, ફ્લાઈટની અંદર ભોજન કે નાસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે મુસાફરોને વધુ મુશ્કેલી પડી હતી.