Asian Games 2026 : જાપાનના આઇચી નાગોયામાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સના પાંચમા દિવસે ભારતના નામે પાંચ મેડલ થયા. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 12 થઈ ગઈ છે.
વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુનો સિલ્વર, શૂટિંગમાં ભારતને વધુ બે બ્રોન્ઝ
વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચ્યો અને 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો. 28 વર્ષ બાદ વેઇટલિફ્ટિંગમાં ભારતને એશિયન ગેમ્સનો મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતના મેડલનો સિલસિલો યથાવત રહ્યો. પુરુષ અને મહિલા સ્કીટ ટીમોએ બ્રોન્ઝ મેડલ જીત્યા.
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં અનેબેડમિન્ટનમાં ભારતને બ્રોન્ઝ
સોફ્ટ ટેનિસમાં જય મીણાએ ઇતિહાસ રચ્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમને સેમિફાઇનલમાં ચીન સામે 1-3થી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.
ભારતને અત્યાર સુધી કઈ સ્પર્ધામાં કોણે મેડલ અપાવ્યો?
- એલાવેનિલ વલારિવાન, સોનમ માસ્કર, વિદરશા વિનોદ — મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ: સિલ્વર મેડલ
- એલાવેનિલ વલારિવાન — મહિલા 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત: સિલ્વર મેડલ
- રુદ્રાંક્ષ પાટિલ, પાર્થ માણે, હિમાંશુ ઢિલ્લોં — પુરુષ 10 મીટર એર રાઇફલ ટીમ: સિલ્વર મેડલ
- હિમાંશુ ઢિલ્લોં — પુરુષ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત: સિલ્વર મેડલ
- રુદ્રાંક્ષ પાટિલ — પુરુષ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત: બ્રોન્ઝ મેડલ
- સુચિકા તારિયાલ — મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA), મહિલા 60 કિલોગ્રામ: બ્રોન્ઝ મેડલ
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમ — ગોલ્ડ મેડલ
- પરિનાઝ ધાલીવાલ, રાયઝા ઢિલ્લોં, માહેશ્વરી ચૌહાણ — શૂટિંગ, મહિલા સ્કીટ ટીમ: બ્રોન્ઝ મેડલ
- અનંતજીત સિંહ નરૂકા, ભવતેગ સિંહ ગિલ, મેરાજ અહેમદ ખાન — શૂટિંગ, પુરુષ સ્કીટ ટીમ: બ્રોન્ઝ મેડલ
- જય મીણા — સોફ્ટ ટેનિસ, પુરુષ સિંગલ્સ: બ્રોન્ઝ મેડલ
- મીરાબાઈ ચાનુ — વેઇટલિફ્ટિંગ, મહિલા 49 કિલોગ્રામ વર્ગ: સિલ્વર મેડલ
- ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ — બ્રોન્ઝ મેડલ
જુઓ મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને
| ક્રમ | દેશ | ગોલ્ડ | સિલ્વર | કાસ્ય | કુલ |
| 1 | ચીન | 47 | 20 | 10 | 77 |
| 2 | જાપાન | 15 | 24 | 27 | 66 |
| 3 | દક્ષિણ કોરિયા | 8 | 8 | 24 | 40 |
| 4 | કઝાકિસ્તાન | 7 | 4 | 8 | 19 |
| 5 | થાઈલેન્ડ | 5 | 3 | 4 | 12 |
| 6 | હોંગકોંગ | 3 | 6 | 7 | 16 |
| 7 | મલેશિયા | 3 | 0 | 5 | 8 |
| 8 | ઈરાન | 2 | 3 | 2 | 7 |
| 9 | કુવૈત | 2 | 1 | 2 | 5 |
| 10 | ઉતર કોરિયા | 2 | 1 | 1 | 4 |
| 11 | કતાર | 2 | 1 | 1 | 4 |
| 12 | તઝિકિસ્તાન | 2 | 1 | 1 | 4 |
| 13 | ભારત | 1 | 5 | 6 | 12 |
| 14 | ઉજ્બેકિસ્તાન | 1 | 4 | 5 | 10 |
| 15 | મકાઉ | 1 | 4 | 1 | 6 |
