બુધવાર, 23 સપ્ટેમ્બરના રોજ એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ખેલાડી મનુ ભાકર મેડલની રેસમાંથઈ બહાર થઈ. એશિયન ગેમ્સમાં ચોથા દિવસે શરૂઆતમાં શૂટિંગ અને વેઈટલિફ્ટિંગમાં મેડલને લઈને આશાઓ છે. પરંતુ જયાં સ્કીટ મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું. ત્યાં શાનદાર શૂટર્સ મનુ ભાકર એશિયન ગેમ્સમાંથી બહાર થતા ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું ચકનાચૂર થયું.
એશિયન ગેમ્સમાં મનુ ભાકર ચૂકી મેડલ
મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા હતી, પરંતુ ફાઇનલમાં તેણીનો ફોર્મ ઓછો રહ્યો. ભાકર પાંચમા સ્થાને રહી, થોડીક અંતરથી મેડલ ચૂકી ગઈ. શરૂઆતમાં મનુ ભાકરનું પ્રદર્શન નબળું રહ્યું, જેના કારણે તેણી એલિમિનેશન રાઉન્ડમાં પહોંચી ગઈ, પરંતુ તેણી પણ સંઘર્ષ કરતી રહી અને બહાર થઈ ગઈ. ફાઇનલમાં, મનુ ભાકર 181.1 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહી. કોરિયાની ચૂ ગેઉન 184.5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહી. ચીનની જિયાંગ રેનક્સિન 182.0 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી અને તાઈવાનની ચેંગ યેન ચિંગ 181.9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી.
મેડલ ટેબલમાં ટોપ 10માં ભારત
એશિયન ગેમ્સમાં ચોથા દિવસે મનુ ભાકર પાસે ગોલ્ડ જીતવાની અપેક્ષા પર પાણી ફરી વળ્યું. નબળા પ્રદર્શનના કારણે મનુ ભાકર પાંચમાં સ્થાન પર રહી. જયારે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને 37-32થી હરાવ્યું. અગાઉ બાંગ્લાદેશ સામે ભારતે 42-21થી આરામથી જીત મેળવી હતી. મનુ ભાકર બાદ હવે મીરાબાઈ ચાનુ પાસેથી પણ મેડલની અપેક્ષા છે. નોંધનીય છે કે 2026 એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ મહિલા ક્રિકેટ ટીમે જીત્યો હતો. આ સાથે જ ભારત મેડલ ટેબલમાં ટોચના 10માં પ્રવેશી ગયું છે. અત્યાર સુધી ભારત કુલ 9 મેડલ (4 સિલ્વર અને 4 બ્રોન્ઝ) સાથે સ્ટેન્ડિંગમાં 8મા સ્થાને છે.
આ પણ વાંચો : Asian Games 2026: ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખુલ્યું, જાણો હવે મેડલ ટેલીમાં કયા ક્રમે