જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં 23 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે મહત્વનો રહેશે. ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં મેડલ માટે પડકાર રજૂ કરશે. ખાસ કરીને વેઇટલિફ્ટિંગ અને શૂટિંગમાં ભારતને મેડલની આશા રહેશે. સ્ટાર વેઇટલિફ્ટર મિરાબાઈ ચાનૂ મહિલાઓની 49 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં ઉતરશે, જ્યારે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
મીરાબાઈ ચાનૂ પર રહેશે ખાસ નજર
23 સપ્ટેમ્બરે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ મુકાબલામાંથી એક મહિલાઓની 49 કિગ્રા વેઇટલિફ્ટિંગ ફાઇનલ રહેશે. મીરાબાઈ ચાનૂ આ સ્પર્ધામાં મેડલ માટે દાવેદારી રજૂ કરશે. તાજેતરના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન બાદ તેમની પાસેથી ભારતને મેડલની આશા રહેશે.
મનુ ભાકર શૂટિંગમાં ઉતરશે
શૂટિંગમાં મનુ ભાકર ભારતનું મોટું નામ રહેશે. તેઓ 10 મીટર એર પિસ્ટલ મહિલાઓની વ્યક્તિગત અને ટીમ ક્વોલિફિકેશનમાં સુરુચિ સિંહ અને ઈશા સિંહ સાથે ભાગ લેશે. ક્વોલિફાય થવામાં સફળતા મળે તો સવારે 9 વાગ્યાથી વ્યક્તિગત ફાઇનલમાં પણ તેમનો મુકાબલો જોવા મળી શકે છે.
બેડમિન્ટનમાં ભારત-ચીન મુકાબલો
પુરુષોની ટીમ બેડમિન્ટન સેમિફાઇનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. ભારતીય ટીમ પહેલેથી જ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી ચૂકી છે. હવે ટીમની નજર ફાઇનલમાં સ્થાન મેળવવા પર રહેશે.
હોકી અને કબડ્ડીમાં પણ મહત્વના મુકાબલા
મહિલા હોકીમાં ભારતનો સામનો થાઈલેન્ડ સામે થશે. આ મેચ સવારે 11:30 વાગ્યે રમાશે. કબડ્ડીમાં ભારતીય મહિલા ટીમ ઈરાન સામે અને પુરુષ ટીમ બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે.
ભારતીય ખેલાડીઓનું મુખ્ય શેડ્યૂલ
સ્વિમિંગ
- સવારે 6:42: પુરુષ 100 મીટર બટરફ્લાય હીટ
- સવારે 7:03: પુરુષ 200 મીટર ફ્રીસ્ટાઇલ હીટ
- બપોરે 1:38: 100 મીટર બટરફ્લાય ફાઇનલ, ક્વોલિફિકેશન પર આધારિત
- બપોરે 1:54: 200 મીટર ફ્રીસ્ટાઇલ ફાઇનલ, ક્વોલિફિકેશન પર આધારિત
બેડમિન્ટન
- સવારે 11:30: ભારત vs ચીન, પુરુષ ટીમ સેમિફાઇનલ-બોક્સિંગ
- સવારે 10:15: પુરુષ 80 કિગ્રા રાઉન્ડ ઓફ 16, અંકુશ-હોકી
- સવારે 11:30: ભારત vs થાઈલેન્ડ, મહિલા પૂલ B-કબડ્ડી
- સવારે 8:30: ભારત vs ઈરાન, મહિલા ટીમ
- સવારે 9:45: ભારત vs બાંગ્લાદેશ, પુરુષ ટીમ
રોવિંગ
- સવારે 5:40થી: બલરાજ પંવાર સહિત ભારતીય ખેલાડીઓ વિવિધ ઇવેન્ટમાં ભાગ લેશે
- સવારે 6:00થી: પુરુષ ડબલ સ્કલ્સ
- સવારે 6:50થી: પુરુષ પેર હીટ્સ
- સવારે 7:10થી: મહિલા ફોર હીટ્સ
- બપોરે 12:10: પુરુષ ક્વાડ્રપલ સ્કલ્સ
શૂટિંગ
- સવારે 6:15: 10 મીટર એર પિસ્ટલ મહિલા ક્વોલિફિકેશન અને ટીમ ફાઇનલ
- સવારે 9:00: 10 મીટર એર પિસ્ટલ મહિલા વ્યક્તિગત ફાઇનલ, ક્વોલિફિકેશન પર આધારિત
- સવારે 6:30થી: પુરુષ અને મહિલા સ્કીટ ક્વોલિફિકેશન
- સવારે 11:00: મહિલા સ્કીટ ફાઇનલ, ક્વોલિફિકેશન પર આધારિત
- બપોરે 12:30: પુરુષ સ્કીટ ફાઇનલ, ક્વોલિફિકેશન પર આધારિત
સ્ક્વોશ
- સવારે 10:30: અભય સિંહ, પુરુષ સિંગલ્સ
- સવારે 11:15: તન્વી ખન્ના, મહિલા સિંગલ્સ
- બપોરે 12:00: વીર ચોટરાણી, પુરુષ સિંગલ્સ
ટેબલ ટેનિસ
- સવારે 6:30: હરમીત દેસાઈ અને યશસ્વિની ઘોરપડે, મિક્સ્ડ ડબલ્સ
- સવારે 7:10: માનુષ શાહ અને દિયા ચિતલે, મિક્સ્ડ ડબલ્સ
- સવારે 10:15થી: મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ ઓફ 16, ક્વોલિફિકેશન પર આધારિત
વુશુ
- બપોરે 2:30થી: રોશિબીના દેવી vs થાનિયા કુસુમનિંગત્યાસ, મહિલા સાંડા 60 કિગ્રા સેમિફાઇનલ
આ પણ વાંચો- Asian Games 2026: ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખુલ્યું, જાણો હવે મેડલ ટેલીમાં કયા ક્રમે