એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં યજમાન જાપાનને 3-1થી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી છે અને પૂલ Bમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે સેમિફાઇનલમાં પણ સ્થાન નિશ્ચિત કરી લીધું છે.જાપાન સામેની મેચમાં ભારત તરફથી લાલરેમ્સિયામી, ઇશિકા અને નવનીતે એક-એક ગોલ કર્યો હતો. જાપાન માટે શિહો કોબાયાકાવાએ એકમાત્ર ગોલ કર્યો હતો.
ભારતે શરૂઆતથી જ લીડ મેળવી લીધી હતી
ભારતે શરૂઆતથી જ લીડ મેળવી લીધી હતી. પહેલા હાફમાં 2-0ની લીડ લીધા બાદ, ટીમ ઈન્ડિયાએ પોતાની લીડ મજબૂત કરી. જાપાને મોડા ગોલ કરીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, ભારતે બીજા હાફમાં પણ ગોલ કરીને બે ગોલની લીડ મેળવી હતી. ભારતીય ટીમના મોમેન્ટમને જોતાં, આ વખતે ગોલ્ડ મેડલની અપેક્ષા છે.
4 મેચમાં ભારતે ફટકાર્યા 59 ગોલ
ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી આક્રમક રમતનું શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 મેચમાં ભારતે કુલ 59 ગોલ કર્યા છે.ભારતે પોતાના પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. ત્યારબાદ ઇન્ડોનેશિયા સામે 17-1થી અને થાઇલેન્ડ સામે 20-1થી મોટી જીત મેળવી હતી. જાપાન સામે ભારતે 3-1થી જીત નોંધાવી.
https://x.com/TheHockeyIndia/status/2103325718528795008?s=20
1982 બાદ ગોલ્ડની રાહ
ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે. ભારતે છેલ્લે 1982માં એશિયન ગેમ્સમાં મહિલા હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.હાંગઝોઉમાં યોજાયેલી અગાઉની એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે 2026ની ટૂર્નામેન્ટમાં ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને આગળ સિંગાપોર સામે પૂલ મેચ રમશે.
આ પણ વાંચો - Asian Games માં ભારતની ગોલ્ડન મોર્નિંગ, કમલજીત અને સુરુચિએ શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો