2026 એશિયન ગેમ્સમાં ભારતને પિસ્તોલ શૂટિંગમાં કદાચ વધારે સફળતા મળી ન હોય, પરંતુ રાઇફલ શૂટર્સે પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. ભારતે હવે આ શ્રેણીમાં બીજો મેડલ મેળવ્યો છે. પુરુષોની સફળતાના એક દિવસ પછી, ભારતીય મહિલા ટીમે રાઇફલ 3 પોઝિશન્સમાં સિલ્વર મેડલ જીત્યો. વિદર્શ વિનોદ, તિલોત્તમા સેન અને આશી ચોક્સીએ સંયુક્ત રીતે 1762 પોઈન્ટ સાથે આ ઇવેન્ટમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ મેળવ્યો. ભારતે ગયા એશિયન ગેમ્સમાં પણ આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

3 ભારતીય શૂટર્સે અપાવ્યો સિલ્વર

ભારતીય ટીમમાં વિદાર્સા વિનોદ, તિલોત્તમા સેન અને આશી ચોક્સીનો સમાવેશ હતો. ત્રણેય શૂટર્સે સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન કરીને ભારતને પોડિયમ પર સ્થાન અપાવ્યું.રાઇફલ 3 પોઝિશન્સ ઇવેન્ટમાં ખેલાડીઓએ અલગ-અલગ સ્થિતિમાંથી નિશાન સાધ્યું હતું. ભારતીય શૂટર્સે શરૂઆતથી જ સારો દેખાવ કર્યો અને સ્પર્ધાના અંત સુધી મેડલની રેસમાં મજબૂત રીતે જળવાઈ રહ્યા.અંતે ભારતે 1762 પોઇન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટિંગ ટીમના મેડલમાં વધુ એકનો ઉમેરો થયો.

https://x.com/mansukhmandviya/status/2103691197541994613?s=20


ગયા એશિયન ગેમ્સમાં પણ મળ્યો હતો સિલ્વર

ભારત માટે આ મેડલની ખાસ વાત એ છે કે અગાઉની એશિયન ગેમ્સમાં પણ ભારતે આ જ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એટલે રાઇફલ 3 પોઝિશન્સમાં ભારતીય મહિલા શૂટર્સે સતત બીજી એશિયન ગેમ્સમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.ભારતીય શૂટિંગ માટે આ સિદ્ધિ મહત્વપૂર્ણ છે. ટીમ ઇવેન્ટમાં ત્રણેય ખેલાડીઓનું સંયુક્ત પ્રદર્શન નિર્ણાયક રહે છે અને નાની ભૂલ પણ મેડલની રેસમાં મોટો ફરક પાડી શકે છે. તેમ છતાં ભારતીય ટીમે દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કરીને બીજું સ્થાન મેળવ્યું.

રાઇફલ શૂટિંગમાં ભારતનો દબદબો

એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર્સ પાસેથી મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી રાઇફલ કેટેગરીમાં ભારતીય ખેલાડીઓએ સતત સારો દેખાવ કર્યો છે.વિદાર્સા વિનોદ માટે પણ આ સફળતા ખાસ છે. અગાઉ 10 મીટર એર રાઇફલમાં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે વિદાર્સાએ રાઇફલ 3 પોઝિશન્સમાં પણ પોડિયમ સ્થાન મેળવ્યું છે.તિલોત્તમા સેન અને આશી ચોક્સીએ પણ ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ત્રણેય શૂટર્સના સંયુક્ત પ્રયાસોના કારણે ભારતને વધુ એક મેડલ મળ્યો છે.ભારતીય શૂટિંગ ટીમ માટે એશિયન ગેમ્સ હજુ લાંબી છે અને આગામી સ્પર્ધાઓમાં પણ મેડલની તકો રહેશે. રાઇફલ શૂટર્સના અત્યાર સુધીના પ્રદર્શનથી ભારતીય મેડલ અભિયાનને વધુ મજબૂતી મળી છે.

આ પણ વાંચો - Asian Games 2026 : સાવન બરવાલે દોડમાં રચ્યો ઇતિહાસ, 44 વર્ષ બાદ ભારતને મેરેથોનમાં મેડલ જીત્યો