એશિયન ગેમ્સ 2026માં ભારત માટે 7મો દિવસ શાનદાર શરૂઆત લઈને આવ્યો છે. આ દિવસની શરૂઆત જ ભારતના મેડલ સાથે થઈ હતી. ભારતીય સેનાના હવાલદાર અને લાંબી દોડના ખેલાડી સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સાવને 2 કલાક 11 મિનિટ અને 37 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી હતી. આ સાથે તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે.
એશિયન ગેમ્સ 2026માં ભારત માટે 7મો દિવસ શાનદાર શરૂઆત લઈને આવ્યો છે. આ દિવસની શરૂઆત જ ભારતના મેડલ સાથે થઈ હતી. ભારતીય સેનાના હવાલદાર અને લાંબી દોડના ખેલાડી સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સાવને 2 કલાક 11 મિનિટ અને 37 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી હતી.આ સાથે તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે.
https://x.com/Media_SAI/status/2103574861847339385?s=20
44 વર્ષ બાદ મેરેથોનમાં ભારતને મેડલ
26 સપ્ટેમ્બર, શનિવારે એશિયન ગેમ્સના 7મા દિવસની શરૂઆત પુરુષોની મેરેથોનથી થઈ હતી. આશરે 42 કિલોમીટરની આ લાંબી દોડમાં ભારતની તમામ નજરો સાવન બરવાલ પર હતી. સાવને આ વર્ષે એપ્રિલમાં 48 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઓળખ બનાવી હતી. તેથી એશિયન ગેમ્સમાં પણ તેની પાસેથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી.સાવને આ અપેક્ષાઓ પર ખરા ઉતરીને ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો. દોડ દરમિયાન લાંબા સમય સુધી તે પ્રથમ સ્થાને રહ્યો હતો.જોકે, અંતિમ તબક્કામાં તે થોડો પાછળ રહી ગયો હતો. તેમ છતાં તેણે હિંમત ન હારી અને પોતાની સ્થિતિ મજબૂત રાખી.
સાવન 48 સેકન્ડમાં અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો
સાવન 48 સેકન્ડના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો,પરંતુ 2:11:37ના શાનદાર સમય સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ખાસ વાત એ છે કે તેણે આ સાથે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડી નાખ્યો. 1982માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સ બાદ પુરુષોની મેરેથોનમાં ભારતને પ્રથમ વખત મેડલ મળ્યો છે. એટલે સાવનની આ સિદ્ધિ ભારતીય એથ્લેટિક્સ માટે ખાસ મહત્વ ધરાવે છે.
મંડીએથી ભારતીય સેના અને હવે એશિયન ગેમ્સ સુધીની સફર
સાવન બરવાલ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના વતની છે. શાળાના સમયથી જ તેને દોડનો શોખ હતો. શરૂઆતમાં સાવન બેડમિન્ટન રમતો હતો, પરંતુ ધીમે ધીમે તેનું ધ્યાન દોડ તરફ વધ્યું. તે સમયે દોડને કારકિર્દી તરીકે પસંદ કરવા માટે જરૂરી તકો અને સાધનો પણ સરળતાથી ઉપલબ્ધ નહોતા.આ પછી સાવન ભારતીય સેનામાં જોડાયો. સેનામાં એક વરિષ્ઠ વ્યક્તિએ તેને મેરેથોનમાં ભાગ લેવાની સલાહ આપી. ત્યારથી તેણે લાંબી દોડ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ
શરૂઆતના સમયમાં સાવન 5000 મીટર અને 10,000 મીટરની દોડમાં ભાગ લેતો હતો. જોકે તેમાં અપેક્ષા મુજબ સફળતા ન મળતાં તેણે મેરેથોન તરફ વળવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેની પ્રતિભાને યોગ્ય દિશા મળી અને રિલાયન્સ ફાઉન્ડેશન સ્પોર્ટ્સે તેને સહયોગ આપ્યો.ફાઉન્ડેશનની સુવિધાઓમાં તાલીમ લઈને સાવને પોતાની ક્ષમતામાં સતત સુધારો કર્યો.હવે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ તેના નામે છે. સાવનની આ સફળતાથી આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે પણ તેની પાસેથી અપેક્ષાઓ વધી છે. જોકે હાલમાં તેના માટે આ ઐતિહાસિક સફળતાની ઉજવણી સાથે પોતાની સમયસીમામાં વધુ સુધારો કરવાનો પડકાર રહેશે.
આ પણ વાંચો - Asian Games 2026: 19 વર્ષના ઝાંગ ઝાન્શુઓનો જલવો, 7 ગોલ્ડ સાથે તોડ્યો 75 વર્ષ જૂનો રેકોર્ડ
