Asian Games 2026: આઈચી-નાગોયામાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતને કેટલાક ખેલોમાં સફળતા મળી છે, તો કેટલાક ખેલોમાં નિરાશા પણ મળી છે. આ દરમિયાન કેટલાક એવા ખેલ પણ રહ્યા, જેમાં ભારતે પહેલીવાર મેડલ જીત્યો છે. ભારતના કુલ મેડલની સંખ્યા 17 થઈ ગઈ છે. આવો જાણીએ કયા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીત્યા છે.
ભારતના નામે 1 ગોલ્ડ મેડલ
ભારતે શ્રીલંકા સામે ગોલ્ડ મેડલ મેચમાં મોટી જીત મેળવી હતી. સ્મૃતિ મંધાનાના 79, રિચા ઘોષના 49 અને શેફાલી વર્માના 48 રનની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતના નામે સિલ્વર મેડલ
- એશિયન ગેમ્સ 2026માં ભારતની વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે મહિલાઓની 60 કિલો કેટેગરીમાં આ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં રોશિબિનાને ચીનની ખેલાડીએ હરાવી હતી.
- વેઈટલિફ્ટિંગમાં ભારતના અભિયાનની શરૂઆત મીરાબાઈ ચાનુના સિલ્વર મેડલ સાથે થઈ હતી. તેમણે મહિલાઓની 49 કિલો કેટેગરીમાં કુલ 198 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.
- મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ઈલાવેનિલ વલારિવાન, સોનમ મસ્કર અને વિદર્ષા વિનોદે સિલ્વર મેડલ જીત્યો હતો.
- મહિલાઓની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં ઈલાવેનિલ વલારિવાને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
- પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં રુદ્રાંક્ષ પાટીલ, પાર્થ માને અને હિમાંશુ ઢિલ્લોને સિલ્વર મેડલ જીત્યો હતો.
- પુરુષોની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં હિમાંશુ ઢિલ્લોને સિલ્વર મેડલ જીત્યો હતો.
- મિક્સ્ડ 4×400 મીટર રિલે રેસમાં પણ ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતના નામે બ્રોન્ઝ મેડલ
- સીમાએ 10,000 મીટરની રેસમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- અનંતજીત સિંહ નરૂકા અને પરિનાઝ ધાલીવાલે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. બંનેએ મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો.
- રોવિંગની પુરુષ ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સલમાન ખાન અને સતનામ સિંહની જોડીએ ભારત માટે આ મેડલ જીત્યો હતો.
- શૂટિંગની પુરુષ સ્કીટ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અનંતજીત સિંહ નરૂકા, મેરાજ ખાન અને ભાવતેગ સિંહ ગિલે મળીને આ મેડલ જીત્યો હતો.
- ભારતના જય મીણાએ સોફ્ટબોલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- મહિલાઓની સ્કીટ ટીમ ઈવેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાઈઝા ઢિલ્લન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ટીમે 331 પોઈન્ટ મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- પુરુષોની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં રુદ્રાંક્ષ પાટીલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
- મિક્સ્ડ માર્શલ આર્ટ્સની 60 કિલો કેટેગરીમાં સુચિકા તારિયાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં MMAમાં ભારતનો આ પહેલો મેડલ છે.
- ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેમિફાઈનલમાં ભારતને ચીન સામે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.
જાણો ભારત ગોલ્ડ ટેલીમાં કયા સ્થાને
| રેંક | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ |
| 1 | ચીન | 80 | 30 | 20 | 130 |
| 2 | જાપાન | 20 | 34 | 37 | 91 |
| 3 | દક્ષિણ કોરીયા | 10 | 12 | 28 | 50 |
| 4 | કઝાકસ્તાન | 8 | 8 | 9 | 25 |
| 15 | ભારત | 1 | 7 | 9 | 17 |
આ પણ વાંચો: Asian Games માં સતનામ-સલમાનની જોડીએ રોઇંગમાં ધમાલ મચાવી, જાણો તેમની પ્રેરણાદાયી સફર
