એશિયન ગેમ્સ 2026માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. 21 સપ્ટેમ્બર સુધી ભારતના ખાતામાં કુલ 3 સિલ્વર મેડલ આવી ચૂક્યા છે અને મેડલ ટેલીમાં ભારત 10મા સ્થાને છે. ભારતના ત્રણેય મેડલ શૂટિંગમાંથી આવ્યા છે. ઉપલબ્ધ મેડલ ટેલી પ્રમાણે ચીન 12 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 21 મેડલ સાથે ટોચ પર છે. જાપાન 20 મેડલ સાથે બીજા અને દક્ષિણ કોરિયા 15 મેડલ સાથે ત્રીજા સ્થાને છે
શૂટિંગમાં ભારતને 3 સિલ્વર મેડલ
ભારતે એશિયન ગેમ્સના શરૂઆતના તબક્કામાં શૂટિંગમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા છે. 20 સપ્ટેમ્બરે મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ઇલાવેનિલ વલારિવન,સોનમ ઉત્તમ મસ્કર અને વિદર્સા વિનોદની ટીમે 1898.0 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.ચીને 1904.2 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે જાપાને બ્રોન્ઝ મેળવ્યો હતો.આ જ દિવસે ઇલાવેનિલ વલારિવને મહિલા 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 252.4 પોઇન્ટ મેળવ્યા હતા. આ રીતે ઇલાવેનિલે એક જ દિવસે ભારતને 2 સિલ્વર મેડલ અપાવવામાં યોગદાન આપ્યું હતું.ત્યારબાદ 21 સપ્ટેમ્બરે રુદ્રાંક્ષ પાટીલ, હિમાંશુ ધિલ્લોં અને પાર્થ માનેની ભારતીય પુરુષ ટીમે 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ટીમે 1890.1 પોઇન્ટ મેળવ્યા હતા. ચીને ગોલ્ડ અને દક્ષિણ કોરિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

