એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ સતત જારી છે.તાજી મેડલ ટેલી પ્રમાણે ભારતે અત્યાર સુધી 12 ગોલ્ડ, 24 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 70 મેડલ પોતાના નામે કર્યા છે.આ સાથે ભારત મેડલ ટેલીમાં 6ઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.ભારતીય ખેલાડીઓએ અલગ-અલગ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં હાલમાં 12 ગોલ્ડ મેડલ છે.આ ઉપરાંત 24 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ સાથે કુલ મેડલની સંખ્યા 70 થઈ છે.ભારતની મેડલ ટેલીમાં બ્રોન્ઝ મેડલની સંખ્યા સૌથી વધુ છે.
ચીન મેડલ ટેલીમાં ટોચ પર
એશિયન ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં ચીનનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.ચીને અત્યાર સુધી 157 ગોલ્ડ,73 સિલ્વર અને 64 બ્રોન્ઝ,એટલે કે કુલ 294 મેડલ જીત્યા છે. ચીન મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને છે અને તેના કુલ મેડલ અન્ય દેશોની સરખામણીમાં ઘણાં વધારે છે.જાપાન 219 મેડલ સાથે બીજા સ્થાને છે. જાપાને 61 ગોલ્ડ, 79 સિલ્વર અને 79 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દક્ષિણ કોરિયા 31 ગોલ્ડ, 32 સિલ્વર અને 54 બ્રોન્ઝ સાથે કુલ 117 મેડલ મેળવીને ત્રીજા સ્થાને છે.ઉઝબેકિસ્તાન 16 ગોલ્ડ, 21 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત કુલ 57 મેડલ સાથે ચોથા સ્થાને છે. જ્યારે થાઈલેન્ડના ખાતામાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ છે.

