ભારતની દિગ્ગજ બોક્સર, લવલીના બોર્ગોહેને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણીએ મહિલા 75 કિગ્રા વર્ગમાં ચીની બોક્સર જિયાયી બાઓને સર્વાનુમતે 5-0 થી હરાવી હતી. બાઓએ ફાઇનલમાં ગંદી રમત રમી હતી. જોકે, લવલીનાએ તેના શિસ્તથી નિર્ણાયકોને પ્રભાવિત કર્યા અને ફાઇનલ જીતી. મહિલા બોક્સિંગમાં આ ભારતનો બીજો એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ છે. આ પહેલા, મેરી કોમે 2014 માં મહિલા બોક્સિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આનો અર્થ એ થયો કે ભારતીય મહિલા બોક્સિંગે 12 વર્ષ પછી એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો છે.
બોક્સિંગ ગુરુ મેરીકોમને કરી બરાબરી ગોલ્ડ જીતનાર બીજી ભારતીય લવલીના
પોતાના જન્મદિવસ નિમિત્તે લવલીના બોર્ગોહેને શુક્રવારે ભારતને એક અમૂલ્ય ભેટ આપી. તેણે ઈતિહાસ રચતા દિગ્ગજ એમ.સી. મેરી કોમ બાદ એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારી માત્ર બીજી ભારતીય મહિલા બોક્સર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. 28 વર્ષીય ભારતીય બોક્સરે આઈચી-નાગોયા ખાતે યોજાયેલી મહિલાઓની 75 કિગ્રા વર્ગની રસાકસીભરી ફાઇનલમાં ચીનની ઝિયી બાઓને 5-0થી હરાવી હતી અને અગાઉની આવૃત્તિમાં જીતેલા રજત ચંદ્રક બાદ હવે એશિયન ગેમ્સનો સુવર્ણ ચંદ્રક પણ પોતાના નામે કર્યો હતો.
ફાઈનલમાં લડી લવલીના
પ્રથમ રાઉન્ડમાં 3-2થી આગળ રહ્યા બાદ, બીજા રાઉન્ડમાં વિરોધી બોક્સર બાઓના આક્રમક પ્રહાર છતાં લવલીનાએ સંયમ જાળવી રાખ્યો હતો અને રાઉન્ડ 4-1થી પોતાના નામે કરી કુલ 2-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. આખરી રાઉન્ડમાં પણ નિયંત્રિત રમત દાખવીને તેણીએ 4-1થી રાઉન્ડ જીતીને કુલ 5-0થી સર્વાનુમતે ભવ્ય વિજય મેળવ્યો હતો.
કઠિન સેમિફાઇનલ અને ઐતિહાસિક સિદ્ધિ
લવલીના માટે આ ગોલ્ડ મેડલ સુધી પહોંચવાની સફર પડકારજનક રહી હતી. સેમિફાઇનલમાં તેનો સામનો કઝાકિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન નતાલ્યા બોગદાનોવા સામે થયો હતો. પ્રથમ રાઉન્ડમાં ૨-૩થી પાછળ રહ્યા બાદ, બીજા રાઉન્ડમાં લવલીનાએ આક્રમક રમત દાખવીને ૫-૦થી પ્રભુત્વ મેળવ્યું હતું. અંતિમ રાઉન્ડમાં કઝાક બોક્સરે વળતો પ્રહાર કર્યો હોવા છતાં, બીજા રાઉન્ડની મજબૂત લીડને કારણે લવલીનાએ 3-2થી સ્પ્લિટ ડિસિઝન દ્વારા મેચ જીતી લીધી હતી. આ સાથે જ તે સતત બે એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની છે.
ભારતીય બોક્સિંગનું શ્રેષ્ઠ પ્રદર્શન
શુક્રવારે મેળવેલી આ સુવર્ણ સફળતા સાથે લવલીના હવે દિગ્ગજ બોક્સર મેરી કોમની કક્ષમાં સામેલ થઈ ગઈ છે, જેમણે ૨૦૧૪ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતીય બોક્સિંગ ટીમે પણ હાંગઝોઉ એશિયન ગેમ્સનો પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2023માં ભારતે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ 4 મેડલ જીત્યા હતા, જ્યારે આ વખતે ભારતીય બોક્સરોએ 6મેડલ નિશ્ચિત કરી લીધા છે.
આ પણ વાંચો : Asian games: 50 સેકન્ડ બાકી હતા અને ફરી ગયું રિઝલ્ટ, હોકીમાં ભારત પાકિસ્તાનને 4-3થી હરાવી ફાઇનલમાં