એશિયન ગેમ્સ 2026માં વિવિધ દેશોના ખેલાડીઓ વચ્ચે મેડલ માટે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.અત્યાર સુધીની મેડલ ટેલીમાં ચીને શાનદાર પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ચીનના ખેલાડીઓએ કુલ 41 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં 26 ગોલ્ડ, 10 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.ચીનના કુલ 41 મેડલમાં ગોલ્ડ મેડલની સંખ્યા સૌથી વધુ છે. આ પ્રદર્શનના કારણે ચીને મેડલ ટેલીમાં અન્ય દેશો સામે નોંધપાત્ર સરસાઈ મેળવી છે.

જાપાન 33 મેડલ સાથે બીજા ક્રમે

યજમાન જાપાન પણ એશિયન ગેમ્સમાં સતત મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. જાપાનના ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 33 મેડલ જીત્યા છે. તેમાં 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.જાપાન કુલ મેડલની સંખ્યામાં ચીનથી પાછળ છે, પરંતુ સિલ્વર અને બ્રોન્ઝ મેડલની સંખ્યામાં તેનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે.

દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને

મેડલ ટેલીમાં દક્ષિણ કોરિયા 24 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.ખાસ વાત એ છે કે દક્ષિણ કોરિયાના કુલ મેડલમાં બ્રોન્ઝ મેડલની સંખ્યા સૌથી વધુ છે. દેશના ખેલાડીઓએ વિવિધ રમતોમાં સતત મેડલ મેળવીને ટેલીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

Asian Games 2026 Medal Tally

કઝાકિસ્તાન અને થાઇલેન્ડ પણ આગળ

કઝાકિસ્તાન 11 મેડલ સાથે ચોથા ક્રમે છે,કઝાકિસ્તાનના ખાતામાં 5 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે.થાઇલેન્ડ 5 મેડલ સાથે પાંચમા ક્રમે છે. થાઇલેન્ડે અત્યાર સુધી 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. જોકે, તેના ખાતામાં હજુ સુધી એકપણ બ્રોન્ઝ મેડલ નથી.

ભારત 7 મેડલ સાથે 8મા ક્રમે

ભારતીય ટીમની વાત કરીએ તો ભારત હાલમાં મેડલ ટેલીમાં 8મા ક્રમે છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 7 મેડલ જીત્યા છે.ભારતના ખાતામાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે. ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં મેડલ માટે સ્પર્ધા કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં ભારતના મેડલની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.ભારત માટે ગોલ્ડ મેડલની શરૂઆત મહિલા ક્રિકેટ ટીમે કરી છે. હવે ભારતીય ખેલાડીઓ અન્ય રમતોમાં પણ શાનદાર પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં દેશનું સ્થાન વધુ ઉપર લઈ જવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો - Asian Games Medal Tally 2026 : ચીનનો દબદબો,મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબરે?