Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતનો પહેલો મેડલ પાક્કો થઈ ગયો છે. આ મેડલ ભારતની દીકરી સુચિકા તરિયાલે તેના નામે કર્યો છે. 36 વર્ષની સુચિકા તરિયાલે એ રમતમાં દેશ માટે પહેલો મેડલ પાક્કો કર્યો છે, જેનો એશિયન ગેમ્સ 2026માં ડેબ્યૂ થયો છે. મહિલાઓની 60 કિલોગ્રામ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સુચિતાએ મંગોલિયાની એથ્લેટને હરાવી હતી. આ જીત સાથે સુચિકા તરિયાલે સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી અને ભારત માટે મેડલ પણ પાક્કો કર્યો.
MMAમાં ભારતનો પહેલો મેડલ પાક્કો
સુચિકા તરિયાલે ભારત માટે પહેલો મેડલ જીત્યો છે. પરંતુ આ મેડલનો રંગ કયો હશે? તેનો જવાબ એશિયન ગેમ્સ 2026માં તેમના આગળના પ્રદર્શન બાદ મળશે. હાલમાં બ્રોન્ઝ મેડલ પાક્કો કરી ચૂકેલી સુચિતા હવે મંગળવારે પોતાની સેમિફાઈનલ મેચ રમશે. જો તે આ મેચ જીતશે તો ત્યારબાદ ગોલ્ડ મેડલની મેચમાં ઉતરશે.
મંગોલિયાની એથ્લેટને હરાવી સુચિકા તરિયાલ સેમિફાઈનલમાં
સુચિતા તરિયાલ રોહતકની રહેવાસી છે. SAIની એક પ્રેસ રિલીઝ અનુસાર, 12 વર્ષની ઉંમરે તે છેડછાડનો શિકાર બની હતી. આ ઘટનાએ તેમને પોતાની આત્મરક્ષા માટે જુડો અપનાવવા માટે મજબૂર કર્યા હતા. જોકે, તે સમયે સુચિતાને એ વાતનો અંદાજ પણ નહોતો કે એક દિવસ તે લોકપ્રિય MMA એથ્લેટ અને યુવા આઈકન બનશે, જેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ હશે અને જે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સુચિતા તરિયાલ અને MMA કરિયર
સુચિકા તરિયાલે વર્ષ 2017માં જીત સાથે MMAમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે આ રમતમાં 7 વર્ષનો બ્રેક લીધો હતો. ડિસેમ્બર 2024માં બહેરીનમાં યોજાયેલી BRAVE CF 92માં તેમણે પ્રોફેશનલ MMAમાં વાપસી કરી અને જીત મેળવી હતી. ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થઈ ચૂકેલી સુચિતાએ આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં યોજાયેલી એશિયન MMA ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સુચિકા તરિયાલ જે આશા સાથે જાપાન પહોંચી હતી, તેની કહાની લખવાની શરૂઆત તેમણે કરી દીધી છે. હવે બસ રાહ છે કે આ મેડલને તે કયા રંગમાં ફેરવે છે અને શું તે ભારત માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે.
આ પણ વાંચો: એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દબદબો! 28 ગોલ્ડ સાથે જીત્યા રેકોર્ડબ્રેક 107 મેડલ