એશિયન ગેમ્સ 2026માં ભારતીય આર્ચરી ટીમે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કમ્પાઉન્ડ મેન્સ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં ભારતે ચીનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. મુકાબલો અંત સુધી રોમાંચક રહ્યો હતો અને અંતિમ તબક્કામાં ભારતે શાનદાર કમબેક કરીને બાજી પોતાના હાથમાં લીધી. કમ્પાઉન્ડ મેન્સ ટીમ ફાઈનલમાં ચીનને હરાવી ભારતે 238 પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો, અંતિમ તબક્કામાં ચીનના 8 પોઈન્ટના શોટે મેચનું પરિણામ બદલી નાખ્યું. તીરંદાજીમાં આ ગોલ્ડ સાથે ભારતનો આજના દિવસનો આ ચોથો ગોલ્ડ છે.
ચીનનો રુઆબ તોડયો, ભારતની મેન્સ ટીમે જીત્યો ગોલ્ડ
ભારતીય ટીમે ફાઈનલમાં કુલ 238 પોઈન્ટ મેળવ્યા હતા. ચીન તરફથી અંતિમ તબક્કામાં એક મહત્વપૂર્ણ તીરમાં માત્ર 8 પોઈન્ટ આવ્યા અને તેના કારણે ભારતને મેચમાં વાપસી કરવાની મોટી તક મળી. ભારતે આ તકનો ફાયદો ઉઠાવી ગોલ્ડ પોતાના નામે કરી લીધો. ફાઈનલની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. બંને ટીમો ચોકસાઈ સાથે તીર છોડતી હતી અને થોડા જ પોઈન્ટનું અંતર હતું. મેચ દરમિયાન એક તબક્કે ચીન ભારતથી આગળ હતું. ભારતના તીરંદાજોએ પણ સતત 10 પોઈન્ટના શોટ લગાવીને અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો. મુકાબલો એટલો નજીક હતો કે દરેક તીરનું પરિણામ મેચ માટે મહત્વનું બની રહ્યું હતું.
ભારતીય ત્રિપુટીનું શાનદાર કમબેક, ચીનને પછાડયું
સાહિલ જાધવે 10 થી શરૂઆત કરી, ગણેશ પણ 10 સાથે. કુશલે પણ 10 સાથે રમત શરૂ કરી, જેનાથી ચીન પર દબાણ આવ્યું. જવાબમાં, ચીની બોલરે 8,10 અને 10 પોઇન્ટ ફટકાર્યા અને ટેબલ બદલાતા ગયા. પરિસ્થિતિએ હવે ભારતને એક પોઇન્ટની લીડ આપી દીધી છે. સાહિલ શાનદાર રીતે આગળ વધી રહ્યો હતો જયારે ગણેશે પણ બીજા 10 શૂટ કર્યા અને કુશલ બીજા 10 શૂટ સાથે ચીનીઓ પર પણ દબાણ જાળવી રાખ્યું. ચીનની શાનદાર શરૂઆત છતાં ભારતની ત્રિપુટીએ જોરદાર કમબેક કર્યું અને ચીનને પછાડી ગોલ્ડ પોતાના નામે કર્યો.
અંતિમ તબક્કામાં ભારતનું જોરદાર કમબેક
ફાઈનલના અંતિમ તબક્કામાં મેચનું ચિત્ર અચાનક બદલાયું. ચીનના એક મહત્વના તીરમાં 8 પોઈન્ટ આવ્યા. આ શોટથી ચીનની લીડ પર સીધી અસર પડી અને ભારતને વાપસી કરવાની તક મળી. ભારતીય ટીમે દબાણ વચ્ચે પોતાના શોટ પર ધ્યાન જાળવી રાખ્યું અને અંતિમ તબક્કામાં સારો સ્કોર કર્યો. આ કમબેકના કારણે ભારતે ફાઈનલ પોતાના નામે કરી લીધી.
મેન્સ ત્રિપુટીનો તરખાટ, 238 પોઈન્ટ સાથે ગોલ્ડ
ભારતે આખી ફાઈનલમાં 238 પોઈન્ટનો સ્કોર કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. ભારત માટે આ જીત ખાસ એટલા માટે પણ મહત્વની છે કે ટીમે અંતિમ ક્ષણોમાં દબાણ વચ્ચે મેચનું પરિણામ પોતાના પક્ષમાં ફેરવી દીધું.
આ પણ વાંચો : Asian Games માં ભારતની દિકરીઓની ઐતિહાસિક સિદ્ધિ, તીરંદાજીમાં ગોલ્ડ જીતી વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી