એશિયન ગેમ્સમાં 13મા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી. દક્ષિણ કોરિયાને હરાવીને રિકર્વ ઇવેન્ટમાં અંકિતા ભકત, કીર્તિ શર્મા અને કુમકુમ મોહોદે ફાઇનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. જેના બાદ થોડા જ સમયમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો. મિક્સ્ડ રિકર્વ તીરંદાજી ઇવેન્ટમાં ભારતીય જોડીએ સિલ્વર જીત્યો. મિક્સ્ડ રિકર્વ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો મેડલ છે. આ સાથે ભારત પાસે હવે 11 ગોલ્ડ, 23 સિલ્વર અને 33 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

ભારતીય જોડીએ જીત્યો સિલ્વર મેડલ

મિક્સ્ડ રિકર્વ તીરંદાજી ઇવેન્ટમાં, ભારતની કુમકુમ-ધીરજ જોડી ચાર સેટ પછી ગોલ્ડ મેડલ મેચમાં ચીન સામે 5-3થી હારી ગઈ અને તેમને સિલ્વર મેડલ મળ્યો. આ રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ માટે ભારત અને ચીન વચ્ચે રસાકસી રહી. કુમકુમ અને ધીરજની ભારતીય જોડી બીજા સેટ પછી 4-0 થી પાછળ હતી. પરંતુ ત્યારબાદ કુમકુમ અને ધીરજની જોડીએ ત્રીજા સેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. અંતે ભારતે 37 પોઈન્ટ મેળવ્યા, જયારે ચીનના ખેલાડીઓએ સારું પ્રદર્શન કરતા 9 પોઈન્ટ મેળવ્યા હતા. જેના બાદ, લી મેંગકીએ નિર્ણાયક 10 પોઈન્ટ હાંસલ કરીને ચીન માટે ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો. 

કુમકુમ અને ધીરજે આપી જોરદાર ટક્કર

કુમકુમ અને ધીરજની જોડીએ અગાઉ જાપાનને 5-3થી હરાવીને ઇવેન્ટમાં પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પહેલો સેટ 37-38થી ગુમાવ્યા પછી ધીમી શરૂઆત કર્યા પછી, ભારતે ધીમે ધીમે બીજા સેટમાં પણ લય મેળવ્યો અને ત્રીજો સેટ પોતાના નામે કર્યો અને 3-3ની બરાબરી પર આવી ગયું. ત્યારબાદ ધીરજ અને કુમકુમે જાપાનના મોંઘા 7 પોઇન્ટનો લાભ ઉઠાવીને ચોથો સેટ 37-35થી જીતી લીધો અને રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને પ્રથમ વખત એશિયન ગેમ્સના ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો. મિક્સ્ડ રિકર્વ તીરંદાજીમાં ચીને ફાઇનલ 6-2થી જીતી લીધી અને ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો.

ધીરજ અને કુમકુમની જોડીનો કમાલ

તીરંદાજીમાં, ભારતના ધીરજ બોમ્મદેવરા અને કિશોર કુમકુમ મોહોદે તુર્કીના અંતાલ્યા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3 માં રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક ચેમ્પિયન ઓહ યે-જિન અને કિમ જે-દેઓકને 5-1 થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ ઇવેન્ટમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ હતો.


આ પણ વાંચો : Asian games: 50 સેકન્ડ બાકી હતા અને ફરી ગયું રિઝલ્ટ, હોકીમાં ભારત પાકિસ્તાનને 4-3થી હરાવી ફાઇનલમાં