એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી મેડલ મેળવી રહ્યા છે. દરમિયાન રેસલિંગ ચાહકો માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં પોતાના શાનદાર પ્રદર્શનથી જાણીતા થયેલા પ્રખ્યાત રેસલર બેન્જામિન સેટરલીનું માત્ર 40 વર્ષની વયે અચાનક નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનથી સમગ્ર રેસલિંગ જગત અને ચાહકો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
રિહર્સલ અને મેચના બીજા જ દિવસે દુઃખદ ઘટના
બેન્જામિન સેટરલીના મૃત્યુની સત્તાવાર જાહેરાત 27 સપ્ટેમ્બર, 2026 ના રોજ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક અને દુઃખદ વાત એ છે કે આ ઘટનાના એક જ દિવસ પહેલા તેમણે 'AEW ઓલ આઉટ' (AEW All Out) ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને રિંગમાં જોરદાર મેચ રમી હતી. ગઈકાલે જે ખેલાડીને રિંગમાં લડતો જોઈને ચાહકોએ ઉત્સાહ વધાર્યો હતો, તે જ ખેલાડી બીજા દિવસે દુનિયા છોડી જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. જોકે, તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
કારકિર્દીની શરૂઆતથી વૈશ્વિક ઓળખ સુધી
ઇંગ્લેન્ડના ન્યૂકેસલ અપોન ટાયનમાં જન્મેલા બેન્જામિન સેટરલીએ વર્ષ 2004 માં પોતાની પ્રોફેશનલ રેસલિંગ કારકિર્દી શરૂ કરી હતી. પોતાની અદ્ભુત હાઇ-ફ્લાઇંગ મૂવ્સ અને ચપળ રમતને કારણે તેઓ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યા હતા.
WWE અને AEW માં મેળવી મોટી સફળતાઓ
વર્ષ 2012 માં તેઓ વિશ્વપ્રસિદ્ધ WWE માં જોડાયા હતા, જ્યાં તેઓ 'એડ્રિયન નેવિલ' (Adrian Neville) અને બાદમાં 'નેવિલ' તરીકે ઓળખાયા. તેમણે NXT ચેમ્પિયનશિપ, NXT ટેગ ટીમ ચેમ્પિયનશિપ અને WWE ક્રુઝરવેઇટ ચેમ્પિયનશિપ જેવા મહત્વપૂર્ણ ટાઇટલ પોતાના નામે કર્યા હતા. 2018 માં WWE છોડ્યા બાદ, 2019 માં તેઓ AEW (All Elite Wrestling) માં જોડાયા હતા અને રિંગમાં 'PAC' નામના રિંગ નેમથી પ્રખ્યાત થયા હતા.
આ પણ વાંચો : Asian Games માં 25 મીટર શૂટિંગમાં એશા સિંહે સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ