એશિયન ગેમ્સ 2026 ના 9મા દિવસે ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. 25 મીટર શૂટિંગમાં એશા સિંહે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 38 પહોંચી ગઈ છે. શૂટિંગમાં એશા સિંહના શાનદાર પ્રદર્શને ભારતને સિલ્વર મેડલની વધુ એક સિદ્ધિ અપાવી. એશા ઉપરાંત એશિયન ગેમ્સમાં વધુ એક મેડલ પ્રાપ્ત થયો છે. ભારતની પિન્કી બલહારાને મહિલાઓની 78 કિગ્રા કુરાશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

એશા સિંહનું શ્રેષ્ઠ પ્રદર્શન, જીત્યો સિલ્વર મેડલ

25 મીટર શૂટિંગ સ્પર્ધા જેમ જેમ આગળ વધી તેમ એલિમિનેશન રાઉન્ડ્સમાંથી બહાર આવી એશાએ મજબૂત હિંમત બતાવી. આખરે અનેક ટાઇ-બ્રેકિંગ શૂટ-ઓફમાંથી પસાર થઈ એશા સિંહે ઉત્તર કોરિયાની કિમ હ્યોન સુકને ત્રીજા શૂટ-ઓફમાં હરાવી ગોલ્ડની દાવેદાર બની. તેની સાથે ચીનની ઝિયાઓ જિયારુઇક્સુઆન ગોલ્ડ મેડલ માટે આગળ વધી. ​છેલ્લા હેડ-ટુ-હેડ શૉડાઉનમાં, એશા પોતાનો અંતિમ પ્રયાસ ચૂકી ગયા પછી, શિયાઓએ બીજા શૂટ-ઓફમાં ગોલ્ડ મેડલ જીત્યો, જેના કારણે 21 વર્ષીય ભારતીય પ્રતિભાશાળી ખેલાડીએ એક અદ્ભુત સિલ્વર મેડલ જીત્યો.

એશિયન ગેમ્સમાં પુરુષોનું મજબૂત પ્રદર્શન, મેડલની તક

ભારતની મહિલા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે પુરુષો પણ મજબૂત પ્રદર્શન કરી મેડલ મેળવવા કવાયત કરી રહ્યા છે. વોલીબોલમાં પુરુષોની વોલીબોલ ગ્રુપ ગેમમાં ભારતે હોંગકોંગને 3-0થી હરાવ્યું. કિશોર કુમાર અનબારાસુએ પુરુષોના શોર્ટબોર્ડ રાઉન્ડ 3 માં ચીનના મા વેન્સોંગને 9.86 - 8.80 થી હરાવ્યું. સ્ક્વોશમાં પુરુષોની ટીમ પૂલ સી મેચમાં ભારતે ચીનને 2-0થી હરાવ્યું. તીરંદાજી (મેન્સ કમ્પાઉન્ડ વ્યક્તિગત રાઉન્ડ ઓફ 32)માં ગણેશ મણિરત્નમ થિરુમુરુએ સોસ્ટાર અંદારુ રિનાલ્ડી (ઇન્ડોનેશિયા)ને 144-142થી હરાવ્યો. તીરંદાજી (પુરુષોનો કમ્પાઉન્ડ વ્યક્તિગત રાઉન્ડ ઓફ 32): સાહિલ જાધવે જામિયાંગોમ્બો પુરેવદોર્જ (મંગોલિયા) ને 149-137 થી હરાવ્યું.

સ્ટાર શૂટર્સ મનુ ભાકરે કર્યા નિરાશ

ભારતની સ્ટાર શૂટર્સ મનુ ભાકર વ્યક્તિગત ક્વોલિફિકેશન ચૂકી જતા ગોલ્ડ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.  મનુ 11મા ક્રમે, જ્યારે રાહી સરનોબત 30મા ક્રમે રહી. પરંતુ એશા સિંહે એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતની ઝોળીમાં વધુ એક મેડલ આવ્યો. એશા સિંહે વ્યક્તિગત ફાઇનલમાં આરંભથી જ મજબૂત શરૂઆત કરી. શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં એશા શરૂઆતથી જ લીડરબોર્ડમાં ટોચ પર રહી. 


આ પણ વાંચો : Asian Games મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં મનુ ભાકરે કર્યા નિરાશ, એશા સિંહનો ફાઈનલમાં પ્રવેશ