30 જુલાઈના રોજ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના 8મા દિવસે ટોક્યો ઓલિમ્પિક્સના ગોલ્ડન બોય નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે. ગુરુવારે વેઈટલિફ્ટિંગમાં 2 સહિત કુલ 5 મેડલ દાવ પર લાગશે. એથ્લેટિક્સમાં પણ તજિન્દરપાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ (શોટ પુટ) ફાઈનલમાં હશે.
પારુલ ચૌધરી 5000 મીટર દોડની ફાઈનલમાં જોવા મળશે. આ ઉપરાંત, બધાની નજર મહિલા ડિસ્કસ થ્રો ફાઈનલમાં સીમા કાલીરામણા અને નિધિ રાની પર રહેશે.
ભારત માટે અત્યાર સુધીનો સાતમો દિવસ (આ સમાચાર લખાઈ ત્યાં સુધી) ખૂબ જ સારો રહ્યો છે. બુધવારે, પાંચ બોક્સરોએ સેમીફાઈનલમાં પ્રવેશ કરીને ઓછામાં ઓછા 5 બ્રોન્ઝ મેડલ પાક્કા કર્યા છે. આનાથી ભારતના બોક્સિંગ મેડલની કુલ સંખ્યા 9 થઈ જશે . જાસ્મિન લેમ્બોરિયાની મેચ સાતમા દિવસે મોડી રાત્રે યોજાવાનો છે, અને તે પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરીને મેડલ મેળવી શકે છે.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું આઠમા દિવસનું શેડ્યૂલ

ભારતીય બોક્સરોએ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સરોએ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 29 જુલાઈના રોજ ભારતીય બોક્સિંગ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
આ સાથે બંનેએ ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. ભારતીય બોક્સરોના પ્રભાવશાળી પ્રદર્શન સાથે બોક્સિંગમાં મેડલની સંખ્યા વધુ વધવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?