ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કુલ 107 મેડલ જીત્યા છે, જેમાં 49 ગોલ્ડ, 23 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
તેમના ખેલાડીઓએ સ્વિમિંગ, સાયકલિંગ, એથ્લેટિક્સ અને જિમ્નેસ્ટિક્સ જેવી રમતોમાં સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેઓ અન્ય તમામ દેશો કરતા ઘણા આગળ છે.
સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ
યજમાન ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે, તેમને 14 ગોલ્ડ, 28 સિલ્વર અને 18 બ્રોન્ઝ સહિત કુલ 60 મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા કરતા ઓછા ગોલ્ડ મેડલ હોવા છતાં ઈંગ્લેન્ડે તેના સિલ્વર મેડલને કારણે તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. કેનેડાએ પણ સારું પ્રદર્શન કર્યું છે, તેને 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 41 મેડલ જીત્યા છે. સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ છે.

સ્કોટલેન્ડ 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ સહિત કુલ 23 મેડલ સાથે ચોથા સ્થાને છે. નાઈજીરીયા 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે પાંચમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ કુલ 22 મેડલ સાથે છઠ્ઠા સ્થાને રહીને 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા. મલેશિયાએ 6 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત 12 મેડલ સાથે સાતમા સ્થાને રહ્યું.
ભારત પાસે હજુ પણ ઘણી ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની તક
ન્યુઝીલેન્ડ 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત 18 મેડલ સાથે આઠમા સ્થાને છે. ભારત હાલમાં મેડલ ટેબલમાં નવમા સ્થાને છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે, જેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત પાસે હજુ પણ ઘણી ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની તક છે, તેથી આગામી દિવસોમાં તેના રેન્કિંગમાં સુધારાની આશા છે.
જમૈકા ટોપ 10 માં છેલ્લા સ્થાને છે, જેને 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ સહિત 4 મેડલ જીત્યા છે. સ્પર્ધા હજુ પણ ચાલુ છે, અને ઘણી મોટી મેચો બાકી છે. તેથી મેડલ ટેબલમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે. ભારત, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો પાસે પોતાનું સ્થાન મજબૂત કરવાની સારી તક છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર પોતાની લીડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેડલ ટેબલ ટેલી ભારતીય સમય મુજબ 29 જુલાઈ, 11:30નું છે, જેમાં ફેરફાર થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?