કોમનવેલ્થ ગેમ્સ 2026માં અત્યાર સુધીના મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયાએ સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું છે. 28 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ સાથે તે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને મજબૂત રીતે પકડ બનાવી છે. 

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્વિમિંગ, સાઈકલિંગ, એથ્લેટિક્સ અને વેઈટલિફ્ટિંગ જેવી વિવિધ રમતોમાં સતત શાનદાર પ્રદર્શન કરીને અન્ય દેશો કરતાં મોટી લીડ બનાવી છે.

મેડલ ટેલીમાં બીજા નંબરે ઈંગ્લેન્ડ

મેડલ ટેલીમાં બીજા નંબરે ઈંગ્લેન્ડ છે, જેના ખાતામાં 10 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ છે. ગોલ્ડ મેડલની સંખ્યામાં ઓસ્ટ્રેલિયાથી ઘણું પાછળ હોવા છતાં ઈંગ્લેન્ડે વિવિધ રમતોમાં સતત મેડલ જીતીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

કેનેડા 10 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 27 મેડલ મેળવીને ત્રીજા નંબરે છે. કેનેડાના ખેલાડીઓએ ખાસ કરીને વેઈટલિફ્ટિંગ અને અન્ય વ્યક્તિગત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ચોથા સ્થાને સ્કોટલેન્ડ છે, જેને 6 ગોલ્ડ સહિત કુલ 13 મેડલ જીત્યા છે.

નાઈજીરીયા ગોલ્ડ મેડલના આધારે ભારતથી આગળ

નાઈજીરીયા 6 ગોલ્ડ અને 4 સિલ્વર સાથે કુલ 10 મેડલ મેળવી પાંચમા નંબરે છે. પરંતુ તેના ખાતામાં એક પણ બ્રોન્ઝ મેડલ નથી, પરંતુ ગોલ્ડ મેડલના આધારે તે ભારતથી આગળ છે. મલેશિયા 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે કુલ 8 મેડલ મેળવીને છઠ્ઠા સ્થાને છે.

ભારત હાલમાં આઠમા નંબરે

સાઉથ આફ્રિકાએ 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને તે સાતમા નંબરે છે. ભારત હાલમાં આઠમા નંબરે છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલ જીત્યા છે. ભારત પાસે હજુ ઘણી સ્પર્ધાઓ બાકી હોવાથી આગામી દિવસોમાં મેડલ ટેલીમાં સુધારો થવાની સારી તક છે.

Commonwealth Games 2026 Medal Tally Table

જમૈકા 2 ગોલ્ડ મેડલ સાથે નવમા નંબરે છે. જોકે કુલ માત્ર 2 મેડલ હોવા છતાં ગોલ્ડ મેડલની સંખ્યાને કારણે તે ન્યૂઝીલેન્ડથી આગળ છે. ન્યૂઝીલેન્ડ 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ સાથે ટોપ-10માં દસમા નંબરે છે.

હાલની સ્થિતિ દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયા ગોલ્ડ અને કુલ મેડલ બંનેમાં સ્પષ્ટપણે સૌથી આગળ છે. બીજી તરફ ભારત સહિત અનેક દેશો માટે હજુ ઘણી સ્પર્ધાઓ બાકી હોવાથી આગામી દિવસોમાં મેડલ ટેબલમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. ખાસ કરીને એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, બોક્સિંગ અને અન્ય મહત્વની સ્પર્ધાઓના પરિણામો અંતિમ મેડલ ટેલીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ મેડલ ટેબલ ટેલી ભારતીય સમય મુજબ 28 જુલાઈ, 11:30નું છે, જેમાં ફેરફાર થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?