T20I વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન T20I સીરિઝમાં રમી રહ્યા છે. આ સીરિઝની પહેલી મેચ 29 જાન્યુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી,જ્યાં પાકિસ્તાને 22 રનથી જીત મેળવી હતી.આ સાથે પાકિસ્તાન હાલમાં ત્રણ મેચની સીરિઝમાં 1-0 થી આગળ છે.પાકિસ્તાને આ મેચ જીતી હોવા છતાં, ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર એડમ ઝમ્પાએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે T20I માં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
એડમ ઝમ્પાએ મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો
આદમ ઝમ્પાએ લાહોરમાં રમાયેલી આ મેચમાં ચાર ઓવરમાં 24 રન આપીને ચાર પાકિસ્તાની બેટ્સમેનોને આઉટ કર્યા. તેણે સેમ અયુબ, સલમાન આગા, બાબર આઝમ અને ઉસ્માન ખાનની વિકેટ લીધી. આ સાથે, તે હવે ઓસ્ટ્રેલિયન તરીકે T20I માં પાકિસ્તાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે પાકિસ્તાન સામે 12 મેચમાં 16 વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો.
મિશેલ સ્ટાર્કે પાકિસ્તાન સામે 15 T20I વિકેટ લીધી
મિશેલ સ્ટાર્કે પાકિસ્તાન સામે 9 T20I મેચોમાં 15 વિકેટ લીધી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર ડર્ક નેન્સ અને એન્ડ્રુ ટાય છે, જેમણે પાકિસ્તાન સામે T20I મેચોમાં 10-10 વિકેટ લીધી હતી. હવે, ઝામ્પાને આ સીરિઝમાં વધુ બે મેચ રમવાની તક મળી શકે છે, જેનાથી તેમની વિકેટની સંખ્યા વધી શકે છે.
સેન્ટનરે પણ પાછળ છોડી દીધું
33 વર્ષીય એડમ ઝામ્પાએ T20I મેચોમાં 138 વિકેટ (109 મેચ) લીધી છે. આ સાથે, તે હવે T20I મેચોમાં ઓલટાઇમ વિકેટ લેનારા બોલરોની યાદીમાં આઠમા સ્થાને પહોંચી ગયો છે, તેણે આયર્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક એડેર (95 મેચોમાં 137 વિકેટ) અને ન્યુઝીલેન્ડના સ્પિનર મિશેલ સેન્ટનર (126 મેચોમાં 134 વિકેટ) ને પાછળ છોડી દીધા છે. ટી20માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના રાશિદ ખાનના નામે છે, જેમણે 111 ટી20માં 187 વિકેટ લીધી છે.
આ પણ વાંચો - Virat Kohli Instagram : ડિલીટ કે હેક... ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી સક્રિય થયું, ચાહકો ચોંકી ગયા