ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ખેલાડીઓએ સામ સામે હાથ નહીં મિલાવતા મામલો રાજકીય રંગમાં રંગાઈ ગયો હતો. આ ઘટના બાદ પાકિસ્તાન ટીમને મરચા લાગતાં હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલે પત્રકારોને ટીમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજકીય પ્રશ્નો ન પૂછવા વિનંતી કરી છે.
રાજકીય પ્રશ્નો પર લાગશે લગામ
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન મેચ બાદ જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને એ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના એક પત્રકાર તરફથી ભારતીય ટીમના કેપ્ટન સૂર્યા કુમાર યાદવને આ મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવવા બાબતે રાજકીય રંગ લાગે એ રિતનો એક સવાલ ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવ્યો હતો જેનો સૂર્યા કુમાર યાદવે સણસણતો જવાબ પણ આપ્યો હતો. આ ઘટના બાદ ક્રિકેટ કાઉન્સિલે પત્રકારોને ટીમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજકીય પ્રશ્નો ન પૂછવા વિનંતી કરી છે.
નાપાક પાકની અવરચંડાઈ સામે આવી
મેદાન ક્રિકેટનું હોય કે યુદ્ધનું હોય ડરપોક પાકિસ્તાન હમેંશા હાર્યા બાદ નાટક ઉપર ઉતરી આવે છે એ બાબત તો આખી દુનિયા જાણે છે, પરંતુ હવે આ નાટક કરવાની પ્રથા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પણ આગળ ધપાવી હોય કઈક એવું લાગી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે UAE સામેની તેમની આગામી મેચ માટે રેફરી એન્ડી પાયક્રોફ્ટને બદલવાની વિનંતી કરી, પરંતુ જ્યારે તેમની વિનંતી નકારી કાઢવામાં આવી, ત્યારે તેઓએ મેચ રમવાનો ઇનકાર કરવાની ધમકી આપીને નાટક શરૂ કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં મર્યાદાનું પાલન
પહલગામ આતંકવાદી હુમલાની અસર એશિયા કપ 2025 પર પણ પડશે એ બાબતની તો પહેલાથી શંકાઓ સેવાઇ રહી હતી અને અંતમાં થયું પણ એજ. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ભૂંડી રીતે હરાવ્યા બાદ તેમના મોઢા પર દરવાજો બંધ કર્યો. કુલદીપ યાદવે ઓમાન સામેની મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ક્રિકેટ કાઉન્સિલે પત્રકારોને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ મીડિયાને કોઈપણ રાજકીય પ્રશ્નો પૂછવા નહીં.