ભારતીય ક્રિકેટમાં આજકાલ છગ્ગા મારવાના મામલે શું ચાલી રહ્યું છે? જો આ સવાલ તમે પુછી રહ્યા છે તો લોકોનો વધારે પડતો જવાબ એક જ હશે અને એ છે વૈભવ સૂર્યવંશી. પરંતુ હવે વૈભવ સૂર્યવંશીને ભૂલી જાઓ, કારણ કે તેના ઓપનિંગ પાર્ટનરે તેના જ મિત્ર અને ટીમ ઈન્ડિયાની અંડર 19 ટીમનો કેપ્ટન આયુષ મ્હાત્રેએ હવે તેનાથી વધારે 2 છગ્ગા ફટકાર્યા છે. હવે તેણે એક નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં અંડર 19 ટેસ્ટ મેચમાં આયુષ મ્હાત્રે 200થી વધારે રન બનાવી એકમાત્ર ભારતીય કેપ્ટન બની ગયો છે.
રેડ બોલ ક્રિકેટમાં આયુષ મ્હાત્રેનો અદ્ભુત રેકોર્ડ
વાઈટ બોલના ક્રિકેટમાં છગ્ગા ફટકારવામાં વૈભવ સૂર્યવંશીનો કોઈ મુકાબલો નથી એમાં કોઈ શંકા નથી. પરંતુ, રેડ બોલના ક્રિકેટની વાત કરીએ તો, આયુષ મ્હાત્રે અંડર 19 ક્રિકેટમાં અગ્રણી ભારતીય લાગે છે. આયુષ મ્હાત્રે ઇંગ્લેન્ડની અંડર 19 ટીમ સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
આયુષ મ્હાત્રેએ સૌરભ તિવારીનો રેકોર્ડ તોડ્યો
આયુષ મ્હાત્રેએ ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સામે રમાયેલી 2 યુથ ટેસ્ટમાં કુલ 9 છગ્ગા ફટકાર્યા છે. તેણે એક જ ઇનિંગમાં તેમાંથી 6 છગ્ગા ફટકાર્યા છે. 9 છગ્ગા સાથે, તે યુથ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બન્યો છે. તેના પહેલા આ રેકોર્ડ સૌરભ તિવારીના નામે હતો, જેણે 2007-08માં રમાયેલી સીરીઝમાં 8 છગ્ગા ફટકાર્યા હતા.
તેણે વૈભવ સૂર્યવંશી કરતાં વધુ 2 સિક્સર ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 4 મેચની યુથ ટેસ્ટ સીરીઝમાં વૈભવ સૂર્યવંશીએ 7 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૌરભ તિવારીનો રેકોર્ડ તોડી શક્યો ન હતો. પરંતુ હવે આયુષ મ્હાત્રેએ સૌરભ તિવારીનો રેકોર્ડ તોડ્યો છે, પરંતુ વૈભવ સૂર્યવંશી કરતાં 2 વધુ છગ્ગા પણ ફટકાર્યા છે.
206 રન બનાવ્યા... U19 ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન
ઇંગ્લેન્ડ સામેની યુથ ટેસ્ટ સિરીઝમાં, આયુષ મ્હાત્રે માત્ર સૌથી વધુ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો નહીં. પરંતુ તે કેપ્ટન તરીકે યુથ ટેસ્ટ સિરીઝની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બન્યો અને તેનાથી પણ વધુ, તેણે 200 થી વધુ રન બનાવ્યા. 18 વર્ષીય આયુષ મ્હાત્રેને બીજી યુથ ટેસ્ટમાં આ સફળતા મળી, જ્યાં તેણે પ્રથમ ઇનિંગમાં 80 રન અને બીજી ઇનિંગમાં 126 રન બનાવીને કુલ 206 રન બનાવ્યા. આયુષ મ્હાત્રેએ આ બાબતમાં 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તેમના પહેલા આ રેકોર્ડ તન્મય શ્રીવાસ્તવના નામે હતો, જેમણે 2006માં યુથ ટેસ્ટ સિરીઝની એક મેચમાં 199 રન બનાવ્યા હતા.