વૈભવ સૂર્યવંશી એટલે ભારતીય ક્રિકેટ જગતનું આવનારું સોનેરી ભવિષ્ય. આ સ્ફોટક ખેલાડીએ આઈપીએલ 2025માં એન્ટ્રી મારતાની સાથેજ એક વાત સાબિત કરી દીધી કે આ બિહારનો બંકો ભારતીય ક્રિકેટમાં તેનું કાયમી સ્થાન બનાવવા આવ્યો છે. ત્યારે વૈભવ સૂર્યવંશી અંગેનો એક એવો વિડીયો હાલ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેની સફળતાના રહસ્યો છૂપાયેલા છે.


વીડિયોમાં થયા મોટા ખુલાસા

ભારતીય ક્રિકેટ જગતનો સૌથી નાની ઉંમરનો ધમાકેદાર ખેલાડી એટલે વૈભવ સૂર્યવંશી. આઈપીએલ 2025માં આ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ તરફ્થી ટીમમાં એન્ટ્રી મારીને ક્રિકેટ જગતમાં એવો તરખાટ મચાવ્યો કે મોટા મોટા ક્રિકેટરો આ ખેલાડીને જોતાં રહી ગયા છે. વૈભવ સૂર્યવંશી. આઈપીએલ 2025માં જે ટીમ તરફથી રમી રહ્યો છે તે ટીમના ડિરેક્ટર અને શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા દ્વારા વૈભવ સૂર્યવંશી અંગે 5 મોટા ખુલાસા કરવામાં આવ્યા છે.

 

સંગકારાએ યાદ કરી વૈભવ સાથે પહેલી મુલાકાત

વૈભવ સૂર્યવંશી અંગે હાલ ભારતીય ક્રિકેટ રસિકો મોટા ભાગે તમામ માહિતી ધરાવે છે અને વૈભવ સૂર્યવંશીની રમત વિશે પણ તેઓ ઘણું બધુ જાણે છે, પરંતુ આ બધી માહિતી મોટા ભાગે વૈભવની રમત સાથે જોડાયેલી છે જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન અને રાજસ્થાન રોયલ્સના ડિરેક્ટર કુમાર સંગાકારાએ જાહેર કરેલ વિડીયોમાં તેઓ તેની રમતગમતના નહીં પણ તેનામાં રહેલા વિશિષ્ટ ગુણો વિશે અને વૈભવ સાથેની પ્રથમ મુલાકાત વિશેની વાત કરતાં દેખાય છે.

  • Follow us on: