ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 નવા પદો પર ભરતી બહાર પાડી છે. BCCI એ સોમવારે જાહેરાત કરી હતી કે તે કોચિંગ સહિત 10 પદો માટે અરજીઓ મંગાવી રહ્યું છે. થોડા કલાકો પહેલા જ BCCI એ તેની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી બહાર પાડી હતી, જે ખેલાડીઓને નવી ગ્રેડિંગ સિસ્ટમ હેઠળ ત્રણ શ્રેણીઓમાં વિભાજીત કરે છે. બેટિંગ કોચથી લઈને બોલિંગ કોચ સુધીના પદો માટે ભરતી હવે ખુલ્લી છે.


BCCI 10 પદો માટે ભરતી

BCCI એ બે બેટિંગ કોચ, ત્રણ ફાસ્ટ બોલિંગ કોચ, ચાર ફિલ્ડિંગ કોચ (ત્રણ પુરુષો અને એક મહિલા) અને એક પરર્ફોમન્સ એનાલિસ્ટ એનાલિસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ નિમણૂકો બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ માટે કરવામાં આવી રહી છે.

2 બેટિંગ કોચ

3 ફાસ્ટ બોલિંગ કોચ

4 ફિલ્ડિંગ કોચ (ત્રણ પુરુષો અને એક મહિલા)

1 પરર્ફોમન્સ એનાલિસ્ટ

બેટિંગ કોચ COEના મુખ્ય ક્રિકેટ કોચને મદદ કરશે

બેટિંગ કોચ COEના મુખ્ય ક્રિકેટ કોચને મદદ કરશે. ફાસ્ટ બોલિંગ કોચ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બોલરોની તાલીમના કૌશલ્ય વિકાસ અને પ્રદર્શન સુધારણા માટે જવાબદાર રહેશે. COEમાં ખેલાડીઓને તેમની ફિટનેસ વિકસાવવા, તેમની કેચિંગ કુશળતા સુધારવા અને થ્રોઇંગ પ્રેક્ટિસ પૂરી પાડવા માટે ચાર ફિલ્ડિંગ કોચનો સમાવેશ થશે. પરર્ફોમન્સ પદ માટે પણ જગ્યા જાહેર કરવામાં આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી, સાંજે 5 વાગ્યા સુધી છે.

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025-26 સીઝન માટે ભારતીય મેન્સ ક્રિકેટ ટીમનો 'સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ' (Central Contract) જાહેર કરી દીધો છે. આ વખતે બોર્ડના નિર્ણયે ભારતીય ક્રિકેટના બે મોટા સ્તંભ ગણાતા રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ને મોટો આંચકો આપ્યો છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ લિસ્ટમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે અને તેમને 'ડિમોટ' (Demote) કરીને નીચેના ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.           


આ પણ  વાંચો - T20 વર્લ્ડકપ 2026માં IND Vs PAK મેચ યોજાશે, લાંબો સમય ડ્રામા કર્યા પછી સંમત થયું પાકિસ્તાન


  • Follow us on: