ભારતીય ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. 2026ના IPL પછી, ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર એક ટેસ્ટ અને ત્રણ મેચની ODI શ્રેણી રમશે. આ મેચો જૂનમાં રમાશે, અને BCCI એ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પ્રવાસમાં એવી ટીમ હશે જેની સામે ટીમ ઈન્ડિયાએ હજુ સુધી એક પણ ODI સીરિઝ રમી નથી. ચાહકો માટે આ શ્રેણી ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.
ભારત પહેલીવાર આ ટીમ સામે ODI સીરિઝ રમશે
BCCIએ 2026માં અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પ્રવાસ જૂન 2026 માં થશે, જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થશે. આ પ્રવાસ એક ટેસ્ટ મેચથી શરૂ થશે, જે 6 થી 10 જૂન દરમિયાન નવા ચંદીગઢમાં રમાશે. આ બંને દેશો વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હશે.અગાઉની ટેસ્ટ મેચ 2018 માં રમાઈ હતી, જે અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ પણ હતી.
14 જૂનથી વનડે સીરિઝ શરૂ થશે.
ત્યારબાદ 14 જૂનથી વનડે સીરિઝ શરૂ થશે. આ બંને ટીમો વચ્ચેની આ પહેલી વનડે સીરિઝ હશ. અગાઉ, તેઓ ફક્ત ICC ઇવેન્ટ્સ અને એશિયા કપમાં ODI ફોર્મેટમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા હતા. આ મેચો ધર્મશાળા, લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે એક મોટી તક હશે, કારણ કે તેમને વિશ્વની ટોચની ટીમ સામે રમવાનો મોકો મળશે. આ સીરિઝ 2027ના ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓની શરૂઆત પણ કરશે.
ભારત-અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ: 6 જૂનથી 10 જૂન – ચંદીગઢ
પ્રથમ વનડે: 14 જૂન -ધર્મશાળા
બીજી વનડે: 17 જૂન-લખનૌ
ત્રીજી વનડે: 20 જૂન -ચેન્નાઈ
રોહિત અને વિરાટ પરત ફરશે
આ સીરિઝ ભારતીય ચાહકો માટે ખૂબ જ ખાસ રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. જોકે, BCCI એ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી. ટીમ પસંદગી IPL 2026 પછી થઈ શકે છે.
આ પણ વાંચો - Sanju Samson જીતના જશ્નમાં એવો ખોવાઇ ગયો, કે કરી નાખી મોટી ભૂલ!