2026ના વર્ષમાં જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન 2026 એશિયન ગેમ્સ સહિત અનેક મોટી રમતગમતનું આયોજન થશે.આ વર્ષે એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઇવેન્ટ્સ પણ હશે,જેમાં પુરુષો અને મહિલાઓ બંનેના ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૩ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટી દ્વારા જાહેર કરાયેલા ક્રિકેટ શેડ્યૂલમાં જણાવાયું છે કે બધી મેચો આઈચી પ્રીફેક્ચરના કોરોગી એથ્લેટિક પાર્ક ખાતે T20 ફોર્મેટમાં રમાશે.


મહિલા અને પુરુષોનો 10 ટીમો ભાગ લેશે

2026 એશિયન ગેમ્સમાં મહિલા વર્ગમાં કુલ આઠ ટીમોને ભાગ લેવાની પરવાનગી છે, જેની લાયકાત ICC રેન્કિંગના આધારે નક્કી કરવામાં આવશે. મહિલા ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરના રોજ ક્વાર્ટર-ફાઇનલ સ્ટેજથી શરૂ થશે, 20 સપ્ટેમ્બરના રોજ બંને સેમિફાઇનલ અને 22 સપ્ટેમ્બરના રોજ બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ મેચો રમાશે. ભારતીય મહિલા ટીમે ગત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોના ક્રિકેટ શેડ્યૂલની વાત કરીએ તો, કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં 24 સપ્ટેમ્બરના રોજ પ્રી-ક્વાર્ટર ફાઇનલ સ્ટેજમાં મેચો શરૂ થશે, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ક્વાર્ટર ફાઇનલ, 1 ઓક્ટોબરના રોજ સેમિફાઇનલ અને 3 ઓક્ટોબરના રોજ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેચો રમાશે.

બધા દિવસો પર ડબલ-હેડર મેચો રમાશે.

જાપાનમાં એશિયન ગેમ્સમાં, ક્રિકેટ ઇવેન્ટ્સના દરેક દિવસે બે મેચ રમાશે, જેમાં પ્રથમ મેચ ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે અને બીજી સવારે 10:30 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધીમાં, ક્રિકેટને એશિયન ગેમ્સમાં ચાર વખત સામેલ કરવામાં આવ્યું છે, જેમાં જ્યારે છેલ્લી એશિયન ગેમ્સ વર્ષ 2023 માં ચીનના ગુઆંગઝુમાં યોજાઈ હતી, ત્યારે ICC દ્વારા ક્રિકેટ મેચોને પણ આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો - ICC વનડે રેન્કિંગમાં મોટો ફેરફાર, વિરાટ કોહલી નંબર 1 બેટ્સમેન બન્યો


  • Follow us on: