વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે. આ 15 વર્ષના બેટ્સમેન સામે બેસ્ટ બોલરો પણ દબાણમાં હોય છે. વૈભવ પહેલા બોલથી જ જોરદાર પ્રહાર કરે છે અને અત્યાર સુધી તે આમાં સફળ રહ્યો છે, તેથી ટીકા ઓછી થઈ રહી છે.

ક્રિકેટ દિગ્ગજો પહેલાથી જ તેની સ્ટાઈલથી દિવાના થઈ રહ્યા છે. રેસલર ડ્રૂ મેકઈન્ટાયરે આજે SRH વિરુદ્ધ RR એલિમિનેટર મેચ પહેલા વૈભવની જર્સીમાં એક વીડિયો શેર કર્યો છે.

WWE રેસલર ડ્રૂ મેકઈન્ટાયર ક્રિકેટને પસંદ કરે છે અને ટીમ ઈન્ડિયાનો સમર્થક છે. તેને 2023ના ODI વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમની જર્સીમાં પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેને ટીમને સપોર્ટ કર્યો હતો. તેને IPL 2026 દરમિયાન જસપ્રીત બુમરાહની જર્સીમાં પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. હવે તેને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની જર્સીમાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે.

ડ્રૂ મેકઈન્ટાયર જીમમાં વૈભવની જર્સીમાં વર્કઆઉટ કરતો મળ્યો જોવા

આ વીડિયોમાં ડ્રૂ મેકઈન્ટાયર જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. તેને રાજસ્થાન રોયલ્સ જર્સી પહેરી છે જેના પર વૈભવ સૂર્યવંશીનું નામ લખેલું છે. વૈભવ માત્ર 13 વર્ષનો હતો જ્યારે તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તે IPLમાં રમનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો, તેને 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ સિઝનમાં વૈભવે 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. IPLમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી સદી છે.

https://twitter.com/mufaddal_vohra/status/2059455662351159692

આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે રમાશે. વિજેતા ટીમ ક્વોલિફાયર 2 માં ગુજરાત ટાઈટન્સનો સામનો કરશે. હારનારી ટીમ બહાર થઈ જશે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમો 2 વાર ટકરાઈ છે, જેમાં SRH બંને વખત જીત્યું છે. પરંચુ આ સિઝનમાં વૈભવની એકમાત્ર સદી હૈદરાબાદ સામે હતી.

IPL 2026માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન

વૈભવ સૂર્યવંશીએ 14 લીગ સ્ટેજ મેચોમાં 583 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે. તે એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે અને હવે તેની નજર ક્રિસ ગેઈલના રેકોર્ડ પર છે. 2012માં 59 છગ્ગા ફટકાર્યા બાદ ગેઈલે એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વૈભવ ગેઈલનો રેકોર્ડ તોડવાની નજીક છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?