ભારતીય ક્રિકેટ ટીમમાં અવારનવાર ખેલાડીઓ વચ્ચેના સંઘર્ષના સમાચાર સામે આવતા હોય છે. ગૌતમ અને કોહલી , હરભજન અને શ્રીસંત , ઈરફાન અને હાર્દિક આવા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ઘણીવાર મોટા વિવાદો થઈ ચૂક્યા છે એવામાં ઇરફાને એક મોટા વિવાદ અંગે મોટો ખુલાસો કર્યો છે.
ઈરફાન પઠાણનો બેબાક અંદાજ
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ તેમના બોલવાના બેબાક અંદાજથી ખુબજ જાણીતા છે. ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ ઇરફાન ઘણા સમયથી ક્રિકેટ કોમેન્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છે. પરંતુ તેમના ટીકા ટિપ્પણી કરવાના અંદાજથી ઘણા ભારતીય ક્રિકેટરો તેમનાથી નારાજ હોય એવા સમાચાર ઘણીવાર સામે આવતા રહેતા હોય છે. થોડા સમયથી એવા સમાચાર વહેતા થયા હતા કે ઇરફાન પઠાણને IPL કોમેન્ટ્રીમાંથી દૂર કરવામાં આવ્યા એ પાછળ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો હાથ છે.
મોટું સત્ય બહાર આવ્યું
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં ન આવવા પર ચાલી રહેલ સૌથી મોટી અટકળોમાં એક એ હતી કે IPL 2024 માં હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવા પર ઈરફાન પઠાણે ખૂબ નારાજગી દર્શાવી હતી કેમકે તે વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ સારું પ્રદર્શન કરવામાં એકદમ નિષ્ફળ રહી હતી જો કે ત્યાર બાદ ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની ખૂબ ટીકાઓ કરી હતી બાદમાં T20I વર્લ્ડ કપમાં હાર્દિકના પંડ્યાના શાનદાર પ્રદર્શન બાદ સમાચાર વહેતા થયા કે ઈરફાનને દૂર કરવાના હાર્દિકનો હાથ હતો.
ઇરફાન પઠાણે શું કહ્યું?
એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઇરફાન પઠાણે આ મામલે કહ્યું કે તેણે ક્યારેય હાર્દિક પંડ્યાની ટીકા કરી નથી. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, "IPL માં 14 મેચ છે. ભલે હું આમાંથી 7 મેચમાં ટીકા કરી રહ્યો હોઉં, પણ હું ઉદાર છું. એટલે કે, મેં ખૂબ જ હળવો હાથ રાખ્યો છે. તમે 14 વખત ભૂલો કરી, પરંતુ મેં ફક્ત 7 વખત ટીકા કરી, આ અમારું કામ છે".