પોરબંદરમાં પણ લોકમેળાને ખુલ્લો મૂકાયો છે અને લોકોમેળાનો લોકો આનંદ માણી રહ્યાં છે, ત્યારે લોકમેળામાં રાઈડસના બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, રાઈડસમાં લોકો જોખમી રીતે ઉભા રહ્યાં છે અને જાણે એમ લાગે કે રાઈડસની અંદર કોઈ સ્ટંટ કરી રહ્યું છે, આ બેદરકારી કયારેક ભારે પડી શકે છે, અને કોઈનો જીવ પણ જઈ શકે છે.
પોરબંદરમાં રાઈડ્સમાં જોખમી રીતે લોકો ઉભા રહ્યાં
પોરબંદરમાં લોકમેળામાં લોકો જોખમી રીતે ઉભા રહ્યાં છે અને લોકમેળામાં સંચાલકો અને લોકોની બેદરકારી સામે આવી છે, પોરબંદરના લોકમેળામાં રાઈડસમાં બેસતા લોકોની સુરક્ષાને લઈને અભાવ જોવા મળ્યો છે અને હોડકા રાઈડસમાં લોકો જોખમી રીતે ઉભા રહ્યાં છે, હોડકું ઉપર જાય અને નીચે જાય છે, ત્યારે આવી ગંભીર બેદકારીનો વીડિયો વાયરલ થયો છે, લોકોની સુરક્ષાને લઈને તંત્રએ કર્યા આખા આડા કાન.
18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રાઈડસમાં બેસવાને લઈ થયો હતો વિવાદ
પોરબંદરના લોકમેળામાં બાળકોને રાઇડ્સમાં બેસવા પર પ્રતિબંધ મૂકતા બેનરોને કારણે મોટો વિવાદ ઉભો થયો છે. રાઇડ્સ સંચાલકોએ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રાઇડ્સમાં બેસવા દેવામાં આવશે નહીં તેવા બેનર લગાવ્યા હતા. જેના કારણે ભારે રોષ ફેલાયો હતો. આ પ્રકારના પ્રતિબંધથી બાળકો અને તેમના પરિવારોમાં નિરાશા છવાઈ ગઈ હતી, કારણ કે લોકમેળામાં બાળકો માટે મુખ્ય આકર્ષણ રાઇડ્સ જ હોય છે. આ મુદ્દો સામે આવતા વિરોધ પક્ષે લોકમેળામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.