એક સમય હતો જ્યારે સચિન ખરા અર્થમાં લિટલ માસ્ટર કહેવાતો અને એમાંય વાત જ્યારે ઓસ્ટ્રેલિયાની આવે ત્યારે સચિનનું બેટ કાંગરુઓ સામે જોરદાર બોલતું, ત્યારે હવે આ જવાબદારી વૈભવે સ્વીકારી હોય કઈક એવું લાગી રહ્યું છે.
વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
ચોક્કસથી આ ટાઇટલ વાંચ્યા પછી એક સવાલ થાય કે કોઈ એક ખેલાડી સામે આખી ટીમ કઈ રીતે હોય શકે? પરંતુ આ સત્ય છે અને આ કમાલ કરી છે ટીમ ઇન્ડિયાના સૌથી નાની વયના ખેલાડીએ વૈભવ સૂર્યવંશીએ જેણે ઓસ્ટ્રેલિયા સામે 221 રન બનાવ્યા, જેમાં તેણે 12 છગ્ગા અને 23 ચોગ્ગા પણ માર્યા હતા. નિષ્ણાતોના મત મુજબ વૈભવ સૂર્યવંશીએ અંડર-19 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હંમેશા વિસ્ફોટક બેટિંગ કરી છે.













