ટ્રમ્પના બીજા કાર્યકાળને શરૂ થયે કેટલાય મહિના વિતી હયા છે. પરંતુ હજુ સુધી પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે નોંકઝોક સમાપ્ત નથી થઇ રહી. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિઓના ફોટોઝમાં જો બાઇડેનનો ફોટો નથી લગાવ્યો.


રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનોખો બદલો લીધો

ગયા વખતે ટ્રમ્પને હરાવીને રાષ્ટ્રપતિ બનવા વાળા જો બાઇડેન સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનોખો બદલો લીધો છે. ટ્રમ્પ સતત આરોપ લગાવતા રહ્યા છે કે બાઇડેનને ખોટી રીતે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસીડેન્શિયલ વોક ઓફ ફ્રેમ તૈયાર કરાવી છે. જેમાં અમેરિકાના દરેક પૂર્વ રાષ્ટ્રપતિઓની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. કમાલની વાત એ છે કે દરેક ફોટો સોનાની ફ્રેમમાં જડેલી છે. પરંતુ આ ગેલરીમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનનો ફોટ છે જ નહીં. આની પાછળ ટ્રમ્પનુ કહેવુ છે કે ટ્રમ્પ ચૂંટણી હાર્યા નહોતા જો બાઇડેનને ખોટી રીતે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.

બાઇડેનની જગ્યાએ લાગી સિગ્નેચર

જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા હતા. પ્રેસીડેન્શિયલ વોક ફ્રેમમાં દરેક રાષ્ટ્રપતિની એક બાદ એક ક્રમશઃ ફોટો લાગેલી છે. 45મી ફોટો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને 46માં રાષ્ટ્રપતિ જો બાઇડેનના ફોટોની જગ્યાએ ઓટોપેનથી સિગ્નેચર કરેલા ફોટોને લગાવવામાં આવી છે. તે બાદ પણ 47માં રાષ્ટ્રપતિના રૂપમાં ટ્રમ્પની ફોટો લાગેલી જોવા મળે છે. પરંતુ માત્ર એક જ ફોટો એટલે કે જો બાઇડેનના ફોટોની જગ્યાએ સિગ્નેચર જોવા મળે છે. એટલે મહદ અંશે ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડેનથી બદલો લઇ રહ્યા છે.


  • Follow us on: