ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડસ ખાતે ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ મેચ એની જોરદાર રમત સાથે ટ્રોલિંગનો રંગ પણ પકડી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમના ખેલાડીઓ એક બીજા પર ભારે પડી રહ્યા છે અને ટીમને જીતાડવાના બનતા તમામ પ્રયત્નો કફરી રહ્યા છે. એવામાં ઇંગ્લેન્ડથી કપ્તાન ગિલ તરફથી ટ્રોલિંગના સમાચાર મળી રહ્યા છે જે ઘણાંજ રસપ્રદ પણ છે.


ઇંગ્લિશ ટીમની મજાક ઉડાવી

સામાન્ય રીતે યુવા ખેલાડી શુભમન ગિલ બોલવા કરતાં બેટથી જવાબ આપવામાં વધારે માને છે પરંતુ આ વખતે શુભમન ગિલે ટ્રોલિંગ કરીને યજમાન ટીમને તેમના દેશમાંજ જોરદાર હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે ઈંગ્લેન્ડની ટીમ તેની આક્રમક રમત માટે ક્રિકેટ જગતમાં જાણીતી છે ત્યારે લોર્ડસ ખાતે ચાલી રહેલ ત્રીજી મેચના પ્રથમ દિવસે આ વિદેશી ટીમ પ્રથમ દાવમાં બેટિંગ પસંદ કર્યા બાદ ખૂબ જ ધીમી બેટિંગ કરતી જોવા મળી હતી. જે બાદ શુભમન ગિલે યજમાન ટીમની જોરદાર ટ્રોલિંગ કરી હતી.

ગોકળ ગાય જેવી ધીમી ચાલની રમત

લોર્ડસના મેદાન ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ હાલ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 4 વિકેટના ભોગે 251 રન બનાવવામાં સફળતા મેળવી હતી. જો ઈંગ્લેન્ડની ટીમનો ટેસ્ટ ઇતિહાસ જોઈએ તો એક દિવસમાં સામાન્ય રીતે આ ટીમ 400 થી 450 રન બનાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ મેચના પ્રથમ દિવસે ગોકળ ગાય જવી ધીમી ચાલથી વિદેશી ટીમના ખેલાડીઓ રમી રહ્યા હતા જે બાદ ભારતીય ખેલાડીઓએ તેમની જોરદાર સ્લેજિંગ કરી હતી.

 

હવે મનોરંજક ક્રિકેટ નહીં...

ટેસ્ટ મેચમાં પણ તેમની આક્રમક રમત માટે જાણીતી ઈંગ્લેન્ડની ટીમની લોર્ડસ ખાતે પ્રથમ દિવસે ધીમી રમત બાદ ભારતીય ટીમના યુવા કપ્તાન શુભમન ગિલે વિદેશી ટીમની ખૂબ મજાક ઉડાવી હતી. ગિલે જો રૂટને ટ્રોલ કરતા કહ્યું, 'હવે મનોરંજક ક્રિકેટ નહીં, મિત્રો. કંટાળાજનક ટેસ્ટ ક્રિકેટમાં આપનું સ્વાગત છે.' જો કે ગિલની આ ટ્રોલિંગથી જો રૂટને વધારે કોઈ અસર નથી થઈ અને આજે મેચના બીજા દિવસે તેણે તેની સદી પણ પૂરી કરી નાખી.


  • Follow us on: